ફન વર્લ્ડ

21

ઓળખાણ પડી?
આયુર્વેદમાં અગત્યના ગણાતા ખરબચડા કે ગાંઠવાળા ફિક્કા રાતા કે કાળા રંગના ગોળાકાર ફળની ઓળખાણ પડી? ઉત્તમ સ્વાદ અને સુગંધિત એવા આ ફળનું ચૂર્ણ બાળકો અને મોટેરાઓને પણ સારવારમાં અપાય છે.
અ) ગોખરુ બ) ગુગળ ક) સાટોડી ડ) વાવડિંગ

ભાષા વૈભવ…
ગુજરાતી – અંગ્રેજી શબ્દોની જોડી જમાવો
A B
ખાતર IRRIGATION
હળ SOWING
વાવેતર CROP
સિંચાઈ MANURE
પાક PLOUGH

ચતુર આપો જવાબ
ઉખાણું ઉકેલો
વરસાદમાં ગમ્મે એટલું પલળે તોય ભીનું થાય નહીં,
જીવન એના વિના જીવાય નહીં, વિફરે તો મોત આપે.
અ) છત્રી બ) વીજળી ક) પાણી ડ) વનરાજ

ગુજરાત મોરી મોરી રે
અનેક ગદ્યરૂપ ખેડનાર પણ ‘પોસ્ટ ઓફિસ’ નામની ટૂંકી વાર્તાથી વધુ લોકપ્રિયતા મેળવનાર ગૌરીશંકર ગો. જોશીનું ઉપનામ કહી શકશો?
અ) સ્નેહરશ્મિ બ) કલાપી ક) ધૂમકેતુ ડ) પુનર્વસુ

માતૃભાષાની મહેક
કિંવદંતી કહે છે કે,લાખો ફુલાણી કચ્છમાં બાજરો પહેલવહેલો લાવ્યો હતો. બાજરો શક્તિપ્રદ આહાર હોવાથી રાજા રજવાડામાં ને ગામધણી દરબારો ને ઘરધણી માણસ ઉત્તમ ઓલાદના અશ્ર્વોને ચાંદીમાં ભરડેલો બાજરો ખવરાવતા. મોટી ઉંમરે માણસને માથે વૃદ્ધાવસ્થા આવીને બેસી જતી ને પાચનતંત્ર નબળું પડતું ત્યારે બાજરાનો રોટલો એના બળ અને શક્તિ ટકાવી રાખતો. એને નવી શક્તિ બક્ષતો, એટલે કહ્યું છે કે, બુઢ્ઢા થયા જુવાન.

ઈર્શાદ
સૌન્દર્યો વેડફી દેતાં ના ના સુંદરતા મળે,
સૌન્દર્યો પામતાં પ્હેલાં સૌન્દર્ય બનવું પડે.
— કવિ કલાપી

માઈન્ડ ગેમ
વૈદક શાસ્ત્રમાં ઉદરરોગ માટે ઉદર શબ્દનો ઉલ્લેખ જોવા મળે છે. આઠ માંહેનો એક મોટો રોગ ઉદરરોગ તરીકે ઓળખાય છે. શરીરના કયા ભાગમાં આ રોગ થાય છે?
અ) કિડની બ) પેટ ક) આંખ ડ) સાથળ

ગયા મંગળવારના જવાબ
ભાષા વૈભવ
અ ઇ
વૃક્ષની છાલ BARK
થડ TRUNK
ડાળી BRANCH
પર્ણ LEAF
છોડ PLANT
ગુજરાત મોરી મોરી રે
કવાથ
ઓળખાણ પડી?
અરડૂસી
માઈન્ડ ગેમ
તુંબડી
ચતુર આપો જવાબ
ઉખાણું ઉકેલો
તાળું

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!