‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.
વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી મંગળવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ નવા ઈ-મેઈલ funworld1822@gmail.com પર મોકલવાના રહેશે.
—————
ભાષા વૈભવ…
તહેવારો અને મહિનાની જોડી જમાવો
A B
હોળી મહા
અખાત્રીજ શ્રાવણ
મહાશિવરાત્રી વૈશાખ
ગુડી પડવો ફાગણ
બળેવ ચૈત્ર
————–
ઓળખાણ પડી?
મહારાજા કૃષ્ણરાજ વોડેયારએ બંધાવેલો કૃષ્ણરાજ સાગર ડેમ કયા રાજ્યમાં આવેલો છે એ ખબર છે?
અ) કર્ણાટક બ) તામિલનાડુ ક) ઓડિશા ડ) કેરળ
————–
માતૃભાષાની મહેક
ભક્તિ સાત્ત્વિક, રાજસી અને તામસી પણ મનાય છે. સાત્ત્વિક મનુષ્ય ભક્તિ ત્રણ પ્રયોજન અર્થે કરે છે: કર્મના ક્ષયને અર્થે, પ્રભુની પ્રીતિ મેળવવા અને ઈશ્વર ભજનીય છે એવા વિધિવાક્યને વશ વર્તવા. રાજસ મનુષ્ય ત્રણ પ્રયોજન માટે ભક્તિ કરે છે: ઇષ્ટ વિષયની પ્રાપ્તિ માટે, યશ માટે અને ઐશ્વર્ય માટે. તામસ મનુષ્યના ત્રણ પ્રયોજન: અનિષ્ટ પ્રાણીઓની હિંસા માટે, દંભ માટે અને બીજા કરતાં સરસાઈ કરવા ભક્તિ કરે છે.
—————-
ગુજરાત મોરી મોરી રે
પ્રકાશનના ૬૦ વર્ષ પછી પણ વાચકોના હૃદયમાં અડીખમ સ્થાન ધરાવતી ધીરુબહેન પટેલની નવલકથાનું નામ જણાવો.
અ) અખેપાતર બ) કાકાની શશી ક) જનમટીપ ડ) વડવાનલ
—————-
ઈર્શાદ
કોઈ અહીં આવે છે મળવા, કોઈ કશું સાંભળવા,
કોઈ આવતું એમ જ બસ, આખેઆખા ઓગળવા.
– નીતિન વડગામા
————–
ચતુર આપો જવાબ
ઉખાણું ઉકેલો
બલિહારી ઘણી ધાન્યની, જેનાં લાંબા પાન,
ઘોડાને પાંખું આવિયું, બુઢ્ઢા થયા છે જુવાન.
અ) ઘઉં બ) બાજરો ક) તલ ડ) ડાંગર
————
માઈન્ડ ગેમ
હિમાલયમાંથી નીકળી દેવપ્રયાગમાં અલકનંદા સાથે સંગમ થયા બાદ આગળ ગંગા તરીકે ઓળખાતી નદીનું નામ જણાવો.
અ) બ્રહ્મપુત્રા બ) ગોમતી ક) ભાગીરથી ડ) ધનેશ્વરી
—————
ગયા સોમવારના જવાબ
ચંદ્રગુપ્ત મૌર્ય બિંદુસાર
ધૃતરાષ્ટ દુર્યોધન
સમ્રાટ અશોક મહેન્દ્ર
ગૌતમ બુદ્ધ રાહુલ
ભીમદેવ કર્ણદેવ
————-
ગુજરાત મોરી મોરી રે
અવસર
————
ઓળખાણ પડી?
પરશુરામ
—————-
માઈન્ડ ગેમ
દ્યુષ્ટદ્યુમ્ન
————-
ચતુર આપો જવાબ
ઉખાણું ઉકેલો
તરસ
———
ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
(૧) મુલરાજ કપૂર (૨) કિશોરકુમાર વેદ (૩) સુભાષ મોમાયા (૪) નીતા દેસાઈ (૫) શ્રદ્ધા આશર (૬) ભારતી બુચ (૭) લજિતા ખોના (૮) નિખિલ બંગાળી (૯) અમીષી બંગાળી (૧૦) ખુશરૂ કાપડિયા (૧૧) વિભા મહેશ્ર્વરી (૧૨) હરીશ સુતરીયા (૧૩) હર્ષા મહેતા (૧૪) ડૉ. પ્રકાશ કટકિયા (૧૫) ભારતી કટકિયા (૧૬) મહેન્દ્ર લોઢાવિયા (૧૭) મીનળ કાપડિયા (૧૮) પુષ્પા પટેલ (૧૯) જ્યોતિ ખાંડવાલા (૨૦) મનીષા શેઠ (૨૧) ફાલ્ગુની શેઠ (૨૨) સુરેખા દેસાઈ (૨૩) ભાવના કર્વે (૨૪) કલ્પના આશર (૨૫) પ્રવીણ વોરા (૨૬) મહેશ દોશી (૨૭) વિણા સંપટ (૨૮) દેવેન્દ્ર સંપટ (૨૯) પુષ્પા ખોના (૩૦) રજનીકાંત પટવા (૩૧) અરવિંદ કામદાર (૩૨) શિલ્પા શ્રોફ (૩૩) વિજય ગરોડિયા (૩૪) અંજુ ટોલિયા (૩૫) જ્યોત્સના ગાંધી (૩૬) હિના દલાલ (૩૭) ઈનાક્ષી દલાલ (૩૮) રમેશ દલાલ (૩૯) ગિરીશ મિસ્ત્રી (૪૦) નિતિન બજરિયા (૪૧) તાહેર ઔરંગાબાદ (૪૨) શીરીન ઔરંગાબાદવાલા