‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.
વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી શનિવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ funworld1822@gmail.com પર મોકલવાના રહેશે.
—————
ભાષા વૈભવ…
હિન્દી – ગુજરાતી જોડી જમાવો
A B
हंगामा હૃષ્ટપુષ્ટ
हकलाना સત્તા, શાસન
हकूमत ખળભળાટ
हट्टाकट्टा તોફાન
हडकंप તોતડાવવું
————–
ઓળખાણ પડી?
‘દાદા હો દીકરી’, ‘ડાકુરાણી ગંગા’ સહિત ઘણી ગુજરાતી ફિલ્મો તેમ જ નાટકો અને ટીવી સિરિયલોમાં ઉમદા અભિનયથી આગવી ઓળખ બનાવનાર અભિનેત્રીની ઓળખાણ પડી?
અ) સ્નેહલતા બ) રાગિણી ક) પદ્મારાણી ડ) કામિની
————–
ગુજરાત મોરી મોરી રે
ગુજરાતી લેખક ગોવર્ધનરામ ત્રિપાઠી, ગુજરાતી સંગીત દિગ્દર્શક કલ્યાણજી આનંદજીની હિન્દી ફિલ્મ ‘સરસ્વતીચંદ્ર’નું દિગ્દર્શન કયા ગુજરાતી ડિરેક્ટરે કર્યું હતું?
અ) હની છાયા બ) રવિન્દ્ર દવે
ક) ગોવિંદ સરૈયા ડ) અરુણ ભટ્ટ
————–
જાણવા જેવું
અગિયાર વર્ષની ઉંમરે ઈસ્મત ચુગતાઈની વાર્તા પરથી બનેલી નૂતન – બલરાજ સાહનીની ‘સોને કી ચીડિયા’ ફિલ્મમાં બાળ કલાકાર તરીકે અભિનય યાત્રા શરૂ કરનાર મુમતાઝે અનેક હીરો સાથે કામ કર્યું હતું. ૧૯૭૦ના દાયકામાં રાજેશ ખન્ના સાથે તેમની ૧૦ ફિલ્મ રિલીઝ થઈ હતી અને આ જોડી માટે ફિલ્મમેકરોમાં પડાપડી થતી હતી. કારકિર્દીની ટોચ પર હતા એ દરમિયાન બિઝનેસમેન મયુર માધવાણી સાથે લગ્ન કરી લંડન સ્થાયી થયા હતાં.
————
ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
મીના કુમારીના અવસાન પછી તેમની રિલીઝ થયેલી અંતિમ ફિલ્મનું નામ જણાવો જેમાં મુમતાઝ અને ભારત ભૂષણે પણ કામ કર્યું હતું.
અ) મેરે અપને બ) જવાબ ક) ગોમતી કે કિનારે ડ) પાકિઝા
————–
નોંધી રાખો
માટી જો ચંપલને ચોંટીને આવે તો ઘરના ઉંબરા સુધી પહોંચી ખંખેરાઈ જાય, પણ જો માટલું બનીને આવે તો ઘરના પાણિયારે આદરનું સ્થાન મેળવે.
————–
માઈન્ડ ગેમ
શ્રદ્ધા કપૂરે કઈ હિન્દી ફિલ્મમાં અમિતાભ બચ્ચન અને બેન કિંગ્સલે સાથે કામ કર્યું હતું એ સ્મૃતિ ઢંઢોળી કહી શકશો?
અ) બદલા બ) હૈદર
ક) એક વિલન ડ) તીન પત્તી
————
ગયા શુક્રવારના જવાબ
ભાષા વૈભવ
A B
कांत પતિ
कांता પત્ની
कांति ચમક
कातिब લખનાર
काफिर નાસ્તિક
————–
ગુજરાત મોરી મોરી રે
ઢોલા મારુ
————
ઓળખાણ પડી?
રણજીત
————
માઈન્ડ ગેમ
તીસરી કસમ
———–
ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
ખુદા ગવાહ
————-
ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
(૧) કિશોરકુમાર વેદ (૨) મુલરાજ કપૂર (૩) સુભાષ મોમાયા (૪) કલ્પના આશર (૫) નીતા દેસાઈ (૬) શ્રદ્ધા આશર (૭) ડૉ. પ્રકાશ કટકિયા (૮) ભારતી કટકિયા (૯) ભારતી બુચ (૧૦) નિખિલ બંગાળી (૧૧) અમીષી બંગાળી (૧૨) વિભા મહેશ્ર્વરી (૧૩) જ્યોતિ ખાંડવાલા (૧૪) ખુશરૂ કાપડિયા (૧૫) તાહેર ઔરંગાબાદવાલા (૧૬) હર્ષા મહેતા (૧૭) હરીશ સુતરીયા (૧૮) શીરીન ઔરંગાબાદવાલા (૧૯) મહેશ સંઘવી (૨૦) પુષ્પા પટેલ (૨૧) જાગૃતિ બજરિયા (૨૨) મીનળ કાપડિયા (૨૩) નીતીન બજરિયા (૨૪) મનીષા શેઠ (૨૫) ફાલ્ગુની શેઠ (૨૬) ભાવના કર્વે (૨૭) દિલીપ પરીખ (૨૮) વીણા સંપટ (૨૯) દેવેન્દ્ર સંપટ (૩૦) રજનીકાંત પટવા (૩૧) સુનીતા પટવા (૩૨) અંજુ ટોલિયા (૩૩) પુષ્પા ખોના (૩૪) લજિતા ખોના (૩૫) વિજય ગરોડિયા (૩૬) વર્ષા નાનસી (૩૭) જ્યોત્સના ગાંધી (૩૮) રમેશ દલાલ (૩૯) ઈનાક્ષી દલાલ (૪૦) હિના દલાલ (૪૧) ગિરીશ મિસ્ત્રી (૪૨) અરવિંદ કામદાર (૪૩) નયના મિસ્ત્રી (૪૪) પ્રવીણ વોરા (૪૫) કુમદ શાહ (૪૬) યોગેશભાઈ જોષી