‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.
વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી શુક્રવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ રીક્ષૂજ્ઞહિમ૧૮૨૨લળફશહ.ભજ્ઞળ પર મોકલવાના રહેશે.
—————
ભાષા વૈભવ…
મરાઠી – ગુજરાતી સમાનાર્થી શબ્દોની જોડી બનાવો
A B
नुकता નાસ્તો
नीट પહેરવું
नेहमी તાજેતરમાં
नेसणे યોગ્ય
त्याहारी વારંવાર
———-
ઓળખાણ પડી?
મુખ્યત્વે ભારત – શ્રીલંકામાં જોવા મળતા વૃક્ષના પાંદડાની ઓળખાણ પડી? સુંદર અને કેટલેક અંશે સુગંધિત પર્ણોનાં તોરણ બનાવી શોભા માટે ઉપયોગમાં લેવાય છે.
અ) અશોક
બ) નાગરવેલ
ક) આસોપાલવ
ડ) ખાખરા
————–
ગુજરાત મોરી મોરી રે
બરફ પીગળે એટલે એનું પાણીમાં રૂપાંતર થાય અને પાણી ઉકળે એટલે એનું વરાળમાં રૂપાંતર થાય. આપેલા વિકલ્પોમાંથી ક્યા શબ્દનો અર્થ વરાળ થાય છે એ કહી શકશો?
અ) આગજળ બ) હિમ ક) બાષ્પ
ડ) બરોળ
————–
જાણવા જેવું
વૃદ્ધ ગૌતમ ઋષિના ગૌતમ નામના જ પુત્રને જન્મથી નાક ન હતું. આ કુરૂપતાથી નિરાશામાં નાસી ગયો. રખડતાં રખડતાં તે શ્ર્વેતગિરિમાં એક ગુફામાં દાખલ થયો. ત્યાં તેને એક પવિત્ર વૃદ્ધ સ્ત્રીનાં દર્શન થયા. આ ગુફામાં જે પ્રથમ દાખલ થાય તેને પરણવાની આ બાઈને આજ્ઞા હતી. ગૌતમનો પોતાનો વિરોધ છતાં બંને પરણ્યાં પણ જાહેરમાં હાંસીપાત્ર બન્યાં. જોકે, અગસ્ત્ય ઋષિની આજ્ઞા મુજબ ગોદાવરી સ્નાન કરવાથી ખૂબસૂરત યુવાન યુગલ બની ગયું.
————-
ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
આપેલા વાક્યમાં છુપાયેલા અને વાંચી મોઢામાં પાણી આવી જાય એવા એક સ્વાદિષ્ટ ફરસાણનું નામ શોધી કાઢો.
બાળપણના વેકેશનની એક વાત ખાસ મોસાળમાં બહુ જલસા પડતા.
—————
નોંધી રાખો
જીવનમાં કેટલીક સામાન્ય લાગતી વાત વિચારપ્રેરક હોય છે જેમ કે ‘જ્યારે આપણે આપણા સંબંધો માટે સમય નથી કાઢી શકતા ત્યારે સમય જ એ સંબંધ કાઢી
નાખે છે.’
———–
માઈન્ડ ગેમ
પિત્તળ કે તાંબાનાં વાસણો ખાટા પદાર્થને કારણે કટાઈ ન જાય એ માટે શેનો ઉપયોગ કરવામાં આવે છે એ આપેલા વિકલ્પમાંથી જણાવી શકશો?
અ) રેતી બ) કોયલો
ક) પોલાદ ડ) કલઈ
————–
ગયા ગુરુવારના જવાબ
ભાષા વૈભવ
A B
मऊ નરમ
मकडी વાંદરી
मक्तेदारी ઈજારાશાહી
मंजूषा સંદૂક, પેટી
मज्जाय પ્રતિબંધ
————-
ગુજરાત મોરી મોરી રે
દુશ્મન
———-
ઓળખાણ પડી?
કરેણ
————
માઈન્ડ ગેમ
નાઈટ્રોજન
————-
ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
કમર
————–
ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
(૧) સુભાષ મોમાયા (૨) તાહેર ઔરંગાબાદવાલા (૩) શીરીન ઔરંગાબાદવાલા (૪) કલ્પના આશર (૫) નીતા દેસાઈ (૬) હર્ષા મહેતા (૭) ખુશરૂ કાપડિયા (૮) વિભા મહેશ્ર્વરી (૯) નિખિલ બંગાળી (૧૦) અમીષી બંગાળી (૧૧) લજિતા ખોના (૧૨) ડૉ. પ્રકાશ કટકિયા (૧૩) ભારતી કટકિયા (૧૪) જ્યોતિ ખાંડવાલા (૧૫) હરીશ સુતરીયા (૧૬) શ્રદ્ધા આશર (૧૭) મનીષા શેઠ (૧૮) ફાલ્ગુની શેઠ (૧૯) મહેશ સંઘવી (૨૦) મુલરાજ કપૂર (૨૧) મીનળ કાપડિયા (૨૨) મહેન્દ્ર લોઢાવિયા (૨૩) સુરેખા દેસાઈ (૨૪) મહેશ દોશી (૨૫) ભાવના કર્વે (૨૬) રજનીકાંત પટવા (૨૭) સુનીતા પટવા (૨૮) વીણા સંપટ (૨૯) દેવેન્દ્ર સંપટ (૩૦) અંજુ ટોલિયા (૩૧) હરીશ ભટ્ટ (૩૨) નિતીન બજરિયા (૩૩) ભારતી બુચ (૩૪) દિલીપ પરીખ (૩૫) વિજય ગરોડિયા (૩૬) પુષ્પા ખોના (૩૭) કિશોરકુમાર વેદ (૩૮) ગિરીશ મિસ્ત્રી (૩૯) નયના મિસ્ત્રી (૪૦) પ્રવીણ વોરા (૪૧) જ્યોત્સના ગાંધી (૪૨) ઈનાક્ષી દલાલ (૪૩) રમેશ દલાલ (૪૪) હિના દલાલ (૪૫) અરવિંદ કામદાર (૪૬) જયવંત ચિખલ