‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.
વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી શુક્રવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ [email protected] પર મોકલવાના રહેશે.
————
ભાષા વૈભવ…
મરાઠી – ગુજરાતી સમાનાર્થી શબ્દોની જોડી બનાવો
A B
मऊ પ્રતિબંધ
मकडी સંદૂક, પેટી
मक्तेदारी નરમ
मंजूषा ઈજારાશાહી
मज्जाय વાંદરી
————
ઓળખાણ પડી?
બારે માસ ઝૂમખામાં આવતાં ફૂલો સફેદ, ગુલાબી રંગની ઝાંયવાળાં, રાતાં તથા ક્વચિત્ બેવડી પાંખડીવાળા ને આછી સુગંધવાળા હોય છે. આ વનસ્પતિને તેનાં પુષ્પો માટે બગીચામાં ઉગાડવામાં આવે છે. તેની બે જાત જાણીતી છે : પીળી અને સફેદ.
અ) પલાશ બ) કરેણ
ક) ચમેલી ડ) કેસૂડાં
————–
ગુજરાત મોરી મોરી રે
જૈન ધર્મમાં નવકાર મંત્રનું વિશેષ મહત્ત્વ છે. આ પવિત્ર મંત્રની શરૂઆતમાં જ ‘નમો અરિહંતાણમ’ બોલવામાં આવે છે. એમાં અરિનો અર્થ શું થાય એ જણાવો.
અ) આરી બ) કરવત ક) દુશ્મન
ડ) દુ:ખ
————
જાણવા જેવું
શાસ્ત્રમાં ચાર પ્રકારના વીર ગણાવ્યા છે: વિદ્યાવીર, યુદ્ધવીર, દાનવીર અને દયાવીર. જોકે, વીરનો એક અર્થ દરિયામાં આવતી ભરતી એવો પણ થાય છે. વીર આવવી એટલે ભરતી આવવી અને વીર ઊતરવી એટલે ભરતી ઊતરવી. આ અર્થનો એક રૂઢિપ્રયોગ પણ છે કે ચાંદ માથે અને વીર સાથે જેનો અર્થ દરરોજ રાત્રે કે દિવસે ચંદ્ર બરાબર માથા ઉપર આવે ત્યારે વીર એટલે ભરતીની શરૂઆત થાય એવો કરવામાં આવે છે.
—————
ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
આપેલા વાક્યમાં છુપાયેલા માનવ શરીરના એક હિસ્સાનું નામ શોધી કાઢો.
ચિંતા નહીં કરતા, તમારી રકમ રમતા રમતા એ ચૂકવી દેશે.
————-
નોંધી રાખો
પુરુષ બે સ્ત્રી, મા અને પત્નીના સહવાસમાં મહત્તમ રહેતો હોય છે. મા એવી વ્યક્તિ છે જે દીકરાને ઘરે આવતો જોઈને હરખાય જ્યારે એની પત્ની એ કેટલું કમાઈને લાવ્યો એ જાણી આનંદ પામે છે.
————-
માઈન્ડ ગેમ
મોહક ગંધ અને મીઠો સ્વાદ ધરાવતા લાફિંગ ગેસમાં કયા રાસાયણિક તત્ત્વની હાજરી હોય છે એ આપેલા વિકલ્પમાંથી જણાવી શકશો?
અ) ઓક્સિજન બ) કાર્બન
ક) નાઈટ્રોજન ડ) સલ્ફર
—————
ગયા ગુરુવારના જવાબ
ભાષા વૈભવ
A B
खेप ફેરો
खोड ભૂલ, દોષ
खूण નિશાની, એંધાણ
खेरीज સિવાય, વિના
खेळकर રમતિયાળ
————–
ગુજરાત મોરી મોરી રે
ગરિયો
————
ઓળખાણ પડી?
લજામણીનો છોડ
————
માઈન્ડ ગેમ
ગંધકનો તેજાબ
———-
ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
ત્રિકોણ
————–
ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
(૧) કિશોરકુમાર વેદ (૨) મુલરાજ કપૂર (૩) સુભાષ મોમાયા (૪) કલ્પના આશર (૫) નીતા દેસાઈ (૬) શ્રદ્ધા આશર (૭) ડો. પ્રકાશ કટકિયા (૮) ભારતી પ્રકાશ કટકિયા (૯) ભારતી બુચ (૧૦) નિખિલ બંગાળી (૧૧) અમીષી બંગાળી ( ૧૨) વિભા મહેશ્ર્વરી (૧૩) જ્યોતિ ખાંડવાલા (૧૪) ખુશરૂ કાપડિયા (૧૫) તાહેર ઔરંગાબાદવાલા (૧૬) હર્ષા મહેતા (૧૭) હરીશ સુતરીયા (૧૮) શીરીન ઔરંગાબાદવાલા (૧૯) મહેશ સંઘવી (૨૦) પુષ્પા પટેલ (૨૧) જાગૃતિ બજરિયા (૨૨) મીનળ કાપડિયા (૨૩) નિતીન બજરિયા (૨૪) મનીષા શેઠ (૨૫) ફાલ્ગુની શેઠ (૨૬) ભાવના કર્વે (૨૭) દિલીપ પરીખ (૨૮) વીણા સંપટ (૨૯) દેવેન્દ્ર સંપટ (૩૦) રજનીકાંત પટવા (૩૧) સુનીતા પટવા (૩૨) અંજુ ટોલિયા (૩૩) પુષ્પા ખોના (૩૪) લજિતા ખોના (૩૫) વિજય ગરોડિયા (૩૬) વર્ષા નાનસી (૩૭) જ્યોત્સના ગાંધી (૩૮) રમેશ દલાલ (૩૯) ઈનાક્ષી દલાલ (૪૦) હિના દલાલ (૪૧) ગિરીશ મિસ્ત્રી (૪૨) અરવિંદ કામદાર (૪૩) નયના મિસ્ત્રી (૪૪) પ્રવીણ વોરા