‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.
વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી ગુરુવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ નવા ઈ-મેઈલ [email protected] પર મોકલવાના રહેશે.
————-
ભાષા વૈભવ…
અંગ્રેજી-ગુજરાતી શબ્દોની જોડી જમાવો
A B
NECK ડોકું ધુણાવવું
KNACK ડાળી પરની ગાંઠ
KNOCK ગરદન, ડોક
NOD બારણે ટકોરા મારવા
NODE આવડત, હથોટી
————–
ઓળખાણ પડી?
તાજેતરમાં રમાયેલી મહિલા વર્લ્ડ કપ ક્રિકેટ સ્પર્ધામાં અફલાતૂન વિકેટકીપિંગ અને ધુઆંધાર બેટિંગ કરનાર આ ભારતીય ક્રિકેટરની ઓળખાણ પડી?
અ) રેણુકા શર્મા
બ) રિચા ઘોષ
ક) શ્રેયા પરબ
ડ) દીપ્તિ શર્મા
———-
ચતુર આપો જવાબ
ઉખાણું ઉકેલો
તમને ઉપર નીચે કરે પણ પોતે રહે સાવ સ્થિર,
પણ વાંદરાને જો બતાવી તો થાય મોટી ઉપાધિ.
અ) કારદાની બ) લિફ્ટ ક) કાખઘોડી ડ) નિસરણી
———
માતૃભાષાની મહેક
આજનો યુવાવર્ગ વૃદ્ધને દયા કે તોછડાઈની નજરે જોતો હશે, પણ ભાષા કોશમાં વૃદ્ધ એટલે વડીલ, બાપદાદા, વડેરા જેવી ઓળખ ઉપરાંત જ્ઞાન અને ડહાપણથી સમજદાર-અનુભવી પ્રૌઢ માણસ એવી વ્યક્તિ તરીકે પણ ઉલ્લેખ છે. વૃદ્ધત્રયી એટલે આયુર્વેદના ત્રણ મૂળભૂત મહાન ગ્રંથ. આયુર્વેદના મૂળભૂત અને પરમ પ્રતિષ્ઠિત ગ્રંથો ત્રણ છે: ચરક, સુશ્રૂત અને વાગ્ભટ. આ ત્રણ ગ્રંથોને આદર સાથે વૃદ્ધત્રયી તરીકે સુધ્ધાં ઓળખવામાં આવે છે.
————
ગુજરાત મોરી મોરી રે
ગુજરાતી ભાષાની અત્યંત લોકપ્રિય કહેવતમાં ખૂટતો શબ્દો ઉમેરો.
જીભલડી રે બાપલડી, તું બોલે છે અપાર,
તું બોલીને પેસી જાય, ખાસડાં ખાય —-.
અ) કપાળ બ) પેટ ક) ગાલ ડ) ઘૂંટણ
———–
ઈર્શાદ
ઓ જીવન સાથે રમનારા! એક દિન તારે રડવું પડશે,
નાદાન! રમકડું આ તારું રમતાં રમતાં ખોવાઈ જશે.
– ‘ગની’ દહીંવાલા
————-
માઈન્ડ ગેમ
મનીષને નીટની પરીક્ષામાં ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને બાયોલોજીના પેપરની ૭૨૦ માર્કની પરીક્ષામાં ૯૫ ટકા માર્ક મળ્યા તો એને કેટલા માર્ક મળ્યા એ ગણતરી કરી કહી શકશો?
અ) ૬૫૮ બ) ૬૮૪
ક) ૬૯૬ ડ) ૭૦૧
————-
ગયા બુધવારના જવાબ
ભાષા વૈભવ
A B
BIN કચરાની ટોપલી
BEEN અસ્તિત્વ હતું
BEAN કઠોળ
BAN પ્રતિબંધ
BAN પડતીનું કારણ
————-
ગુજરાત મોરી મોરી રે
નાણું
———-
ઓળખાણ પડી?
સરફરાઝ નવાઝ
—————-
માઈન્ડ ગેમ
૧૫,૭૫,૦૦૦ રૂપિયા
———-
ચતુર આપો જવાબ
ઉખાણું ઉકેલો
રૂમાલ
————–
ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
(૧) કિશોરકુમાર વેદ (૨) સુભાષ મોમાયા (૩) મુલરાજ કપૂર (૪) કલ્પના આશર (૫) નીતા દેસાઈ (૬) ડૉ. પ્રકાશ કટકિયા (૭) ભારતી કટકિયા (૮) શ્રદ્ધા આશર (૯) લજિતા ખોના (૧૦) હર્ષા મહેતા (૧૧) રજનીકાંત પટવા (૧૨) સુનીતા પટવા (૧૩) નિખિલ બંગાળી (૧૪) વિભા મહેશ્ર્વરી (૧૫) અમીષી બંગાળી (૧૬) પ્રવીણ વોરા (૧૭) મહેન્દ્ર લોઢાવિયા (૧૮) જ્યોતિ ખાંડવાલા (૧૯) મહેશ સંઘવી (૨૦) હરીશ સુતરીયા (૨૧) તાહેર ઔરંગાબાદવાલા (૨૨) શીરીન ઔરંગાબાદવાલા (૨૩) નિતીન બજરિયા (૨૪) મીનળ કાપડિયા (૨૫) મનીષા શેઠ (૨૬) ફાલ્ગુની શેઠ (૨૭) ભારતી બુચ (૨૮) ખુશરૂ કાપડિયા (૨૯) સુરેખા દેસાઈ (૩૦) ભાવના કર્વે (૩૧) દેવેન્દ્ર સંપટ (૩૨) અંજુ ટોલિયા (૩૩) મહેશ દોશી (૩૪) પુષ્પા પટેલ (૩૫) પુષ્પા ખોના (૩૬) વિજય ગરોડિયા (૩૭) દિલીપ પરીખ (૩૮) વીણા સંપટ (૩૯) ઈનાક્ષી દલાલ (૪૦) રમેશ દલાલ (૪૧) હિના દલાલ (૪૨) જ્યોત્સના ગાંધી (૪૩) ગિરીશ મિસ્ત્રી (૪૪) નયના મિસ્ત્રી