ઓળખાણ પડી?
ભારતના મધ્ય પ્રદેશ રાજ્યના છતરપુર જિલ્લામાં આવેલા અને વિશ્ર્વભરમાં ખ્યાતિ ધરાવતા અલંકારિક – કલાત્મક મંદિરની ઓળખાણ પડી?
અ) સૂર્ય મંદિર
બ) ખજુરાહો મંદિર
ક) મીનાક્ષી મંદિર
ડ) બિરલા મંદિર
—
ભાષા વૈભવ…
ગુજરાતી – ગુજરાતી સમાનાર્થી
શબ્દોની જોડી જમાવો
A B
રખોપિયો રાત્રિ
રગશિયું રૂપું
રજક ધીમું અને કંટાળાજનક
રજની ચોકીદાર
રજત ધોબી
—
ગુજરાત મોરી મોરી રે
તાંબુ અને કલાઈની મિશ્રધાતુ ક્યા નામથી ઓળખાય છે એ કહી શકશો? મૂર્તિ બનાવવા તેમજ અન્ય વિશિષ્ટ હેતુ માટેના વપરાશમાં અન્ય ધાતુ પણ ઉમેરવામાં આવે છે.
અ) ગ્રેફાઈટ બ) બેલ મેટલ ક) કાંસું ડ) જસત
ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
આશરે ૫,૦૦૦ વર્ષ જૂની અને ચીનમાં સૌથી વધુ વિકાસ પામેલી ઉપચાર પદ્ધતિ કયા નામથી ઓળખાય છે? આ પદ્ધતિમાં ખાસ પ્રકારની બનાવેલી સોય દર્દીના શરીરમાં ભોંકી દર્દીનો રોગ દૂર કરવામાં આવે છે.
અ) એક્યુપંક્ચર બ) યુનાની ક) પોઈન્ટ થેરપી ડ) ફંગસ થેરપી
—
જાણવા જેવું
શરીરમાં જઈ લોહીમાં ભળી જઈને શરીરને ઉપયોગી થતા વિશિષ્ટ સંયુક્ત પદાર્થો પોષક તત્ત્વો, અન્ન ઘટકો કે અન્ન દ્રવ્ય તરીકે ઓળખાય છે. શરીરને જરૂરી પોષક તત્ત્વો આ પ્રમાણે છે: પ્રોટીન, ચરબી, કાર્બોદિત પદાર્થો (કાર્બોહાઈડ્રેટ્સ) અને પ્રજીવકો (વિટામિન્સ). ચરબી દ્રાવ્ય વિટામિનમાં વિટામિન એ, વિટામિન ડી, વિટામિન ઈ અને વિટામિન કે આવે છે. પાણી દ્રાવ્ય વિટામિનમાં વિટામિન બી૧, વિટામિન બી૨ વિટામિન બી૧૨નો સમાવેશ છે.
—
નોંધી રાખો
દારુણ ગરીબી એક એવો અનોખો અને અદ્ભુત શિક્ષક છે જે વિનામૂલ્યે દુનિયાદારી શીખવી દે છે. ફૂટપાથ પર રહેવાવાળાને નિશાળના પગથિયાં ચડવાની જરૂર નથી હોતી.
માઈન્ડ ગેમ
હોટેલની ખાણીપીણીનું બિલ ચૂકવતી વખતે મિસ્ટર મેહતાએ ૫૦૦ રૂપિયાની ૧૧, ૨૦૦ રૂપિયાની ચાર, ૧૦૦ રૂપિયાની ૩, ૫૦ રૂપિયાની એક તેમજ ૨૦ રૂપિયાની બે નોટ આપી તો બિલ કેટલા રૂપિયાનું થયું એ ગણતરી કરી કહો.
અ) ૫૯૭૫ બ) ૬૦૯૦
ક) ૬૩૭૦ ડ) ૬૬૯૦
—
ગયા શનિવારના જવાબ
ભાષા વૈભવ
A B
ભક્ષ્ય ખાવા યોગ્ય
ભગિની બહેન
ભગીરથ અતિશય મુશ્કેલ
ભડવીર નીડર
ભણી તરફ
ગુજરાત મોરી મોરી રે
લાપસી
ઓળખાણ પડી?
બિહાર
માઈન્ડ ગેમ
૮૬,૨૫૦
ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
સ્કર્વી