ફન વર્લ્ડ

ફનક્લબ

ઓળખાણ પડી?
મુખ્યત્વે તિબેટ અને ચીનમાં નજરે પડતા પાડા જેવા દેખાતા પ્રાણીની ઓળખાણ પડી?

અ) વરુ
બ) યાક
ક) શિયાળ
ડ) ભૂંડ

ભાષા વૈભવ…
ગુજરાતી-અંગ્રેજી શબ્દોની જોડી જમાવો

અ ઇ
છરી ઊંગઊઊ
ઘૂંટણિયે પડવું ઊંગઊઅઉ
સૈનિક પદ, ચેસમાં ઘોડાનું મહોરું ઊંગઊઊક
ઘૂંટણ ઊંગઈંઋઊ
કણક ગૂંદવો ઊંગઈંૠઇંઝ

ચતુર આપો જવાબ
ઉખાણું ઉકેલો
ચામડાની કોથળી જે સટાક કૂવામાં જાય,
એકી સાથે પંદર હાંડા પાણી ખેંચી જાય.
અ) ગરગડી બ) થેલી ક) કોસ ડ) બકનળી

ગુજરાત મોરી મોરી રે
પ્રખ્યાત લોકગીતની પંક્તિ પૂરી કરો.
———— રામે સીતાને માર્યાં જો,
ફૂલ કેરે દડૂલિયે સીતાએ વેર વાળ્યાં જો.
અ) નયન બાણ વડે બ) મારકણા સ્મિત કેરા ક) લવિંગ કેરી લાકડિયે
ડ) મનમાં થોડું મલકાઈને

માતૃભાષાની મહેક
ઓળખાણ મોટી ખાણ છે એ કહેવત ખબર હશે. પરિચિતોની યાદી લાંબી હોય એનાથી લાભ જ લાભ થાય એવી માન્યતામાંથી આ કહેવત બની છે. જોકે, એનાથી વિપરીત કહેવત છે ઓળખીતો સિપાઈ હેડમાં પૂરે. હેડ એટલે લાકડાની બેડી. મતલબ કે ઓળખાણ કામમાં આવવાની વાત તો દૂર રહી, ઊલટાનું નુકસાનને નોતરું આપે. આ કહેવત ઓળખીતો સિપાઈ બે દંડા વધુ મારે તરીકે પણ જાણીતી છે.

ઈર્શાદ
અમે કાળચક્રની સાક્ષીએ ફર્યું તે દિશામાં ફરી ગયા,
કદી બાથ ભીડી છે મૃત્યુથી કદી જાતથીયે ડરી ગયા.
આદિલ મન્સૂરી

માઈન્ડ ગેમ
૯૬ રૂપિયે ડઝનના ભાવે ખરીદેલા ૪ ગ્રોસ (૧ ગ્રોસ એટલે ૧૨ ડઝન)
સંતરા વેચવાથી ૯૧૨ રૂપિયાનો નફો થયો હોય તો કયા ભાવે સંતરા વેચ્યા હશે?
અ) ૧૦૨ રૂપિયે ડઝન બ) ૧૦૮ રૂપિયે ડઝન ક) ૧૧૫ રૂપિયે ડઝન ડ) ૧૨૨ રૂપિયે ડઝન

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.