લાંબા સમયથી હિન્દી સિનેમાના મેગા સુપરસ્ટાર શાહરૂખ ખાનના ચાહકો ‘પઠાન’ ફિલ્મના ટ્રેલરની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. આખરે આજે ‘પઠાન’નું ધમાકેદાર ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. યશરાજ ફિલ્મ્સ દ્વારા આજે સવારે 11 વાગ્યે ‘પઠાન’નું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું હતું. આ ટ્રેલરમાં શાહરૂખ ઉપરાંત જોન અબ્રાહમ અને દીપિકા પાદુકોણ જોરદાર એક્શન કરતા જોવા મળી રહ્યા છે. ટ્રેલર રિલીઝ થયાની માત્ર 30 મિનિટની અંદર યુ ટ્યૂબ પર 16 લાખથી વધુ વાર જોવામાં આવ્યું છે.
શાહરૂખ ખાનની ફિલ્મ ‘પઠાન’નું ટ્રેલર યશ રાજ ફિલ્મ્સની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર રિલીઝ કરવામાં આવ્યું છે. ‘પઠાન’ના ટ્રેલર પરથી જણાય છે કે આ ફિલ્મમાં કિંગ ખાન એક ભારતીય એજન્ટની ભૂમિકામાં છે, જેનું નામ પઠાન છે. જેને ભારતમાં મિસાઈલ હુમલો કરવાના આંતકી કૃત્યને નાકામ કરવાના મિશન મોકલવામાં આવે છે. એક્શન સિક્વન્સ જોઈને ચોક્કસ તમે પણ સીટી મારવા મજબૂર થઈ જશો. ‘પઠાણ’ના આ ધમાકેદાર ટ્રેલરને સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ કરવામાં આવી રહ્યું છે. ટ્રેલરમાં કિંગ ખાન દેશભક્તિપૂર્ણ ડાયલોગ બોલતા સાંભળવા મળી રહ્યો છે.
આ ફિલ્મનું ટ્રેલર જોયા પછી બાદ ચાહકોને રિતિક રોશન અને ટાઈગર શ્રોફની ફિલ્મ ‘વોર’ યાદ આવી રહી છે સ્વાભાવિક છે કે કારણ કે ‘વોર’ અને ‘પઠાણ’ના નિર્દેશક સિદ્ધાર્થ આનંદ જ છે.