આવતી કાલથી Metro-1ની સર્વિસ વધશે

આમચી મુંબઈ

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: પ્રવાસીઓની સુવિધા માટે ઘાટકોપરથી વર્સોવા વચ્ચે દોડાવાતી મેટ્રો-વનની સર્વિસીસમાં આજથી ૩૦ વધુ સર્વિસીસ દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, એમ મેટ્રો વનના પ્રવક્તાએ જણાવ્યું હતું.
કોરોના પૂર્વે મેટ્રો વનમાં સાડાચાર લાખ જેટલા પ્રવાસી ટ્રાવેલ કરતા હતા, પરંતુ પ્રતિબંધોને કારણે સંખ્યામાં ઘટાડો થયો હતો. ધીમે ધીમે પ્રવાસીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે, તેથી પ્રવાસીઓની સુવિધા માટે વધુ ૩૦ સર્વિસ વધારવામાં આવી રહી છે. એટલું જ નહીં, રાતના ૧૨ વાગ્યા સુધી પણ ટ્રેનની સર્વિસીસ ઉપલબ્ધ રહેવાની હોવાથી મોડી રાતના ટ્રાવેલ કરવાનું પ્રવાસીઓ માટે સુવિધાજનક બનશે. વર્સોવાથી રાતના ૧૧.૧૯ વાગ્યાની ઘાટકોપરની મેટ્રો ટ્રેનની સર્વિસીસ રહેશે, જ્યારે ઘાટકોપરથી રાતના ૧૧.૪૪ વાગ્યાના સુમારે વર્સોવા માટે ટ્રેનને રવાના કરશે, જે રાતના ૧૨.૦૭ વાગ્યાના સુમારે ઘાટકોપર પહોંચશે, એમ મેટ્રો વનના અધિકારીએ જણાવ્યું હતું.
કોરોનાને કારણે સરકારે લૉકડાઉન લાદવામાં આવ્યા પછી કેસની સંખ્યામાં ઘટાડા પછી સરકારે તમામ પ્રતિબંધો હળવા હટાવી નાખ્યા હતા. મુંબઈની લોકલ ટ્રેન અને મેટ્રોમાં પણ તમામ પ્રતિબંધો દૂર કરવામાં આવ્યા પછી મુંબઈમાં એસી લોકલ ટ્રેનની સર્વિસીસ વધારવાની સાથે મેટ્રો વન અને બીજી બે લાઈન પણ ચાલુ કરવામાં આવી છે. મુંબઈમાં ટ્રાફિકની સમસ્યા દૂર કરવાની સાથે ઝડપી ટ્રાવેલ કરવા માટે મેટ્રોનો પ્રવાસ ઉત્તમ છે, તેથી તબક્કાવાર સર્વિસમાં વધારો કરવામાં આવી રહ્યો છે, જે મુંબઈગરા માટે રાહતની વાત છે, એમ એક પ્રવાસીએ જણાવ્યું હતું.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.