ભારતમાં એવા અનેક સ્થાન છે કે જ્યાંથી તમે પગે ચાલતાં ચાલતાં સરળતાથી વિદેશની ભૂમિમાં પ્રવેશી શકો છો. આ વિસ્તાર સીમાવર્તી વિસ્તારો છે અને આજે આપણે ભારતના જ એવા રેલવે સ્ટેશન વિશે વાત કરીશું કે જ્યાંથી તમે ખૂબ જ સરળતાથી વિદેશ પહોંચી જશો અને આ રેલવે સ્ટેશનો દુનિયાના છેલ્લાં રેલવે સ્ટેશનમાંથી એક ગણાય છે. આ બે સ્ટેશનમાંથી એક સ્ટેશન આવેલું છે બિહારના અરરિયા જિલ્લામાં અને બીજું સ્ટેશન છે પશ્ર્ચિમ બંગાળમાં.
અરરિયાના જોગબની સ્ટેશનને દેશનું છેલ્લું રેલવે સ્ટેશન એટલે માનવામાં આવે છે કારણે કે અહીં તમે ટ્રેનમાંથી ઉતરીને પગે ચાલવાનું શરૂ કરો તો નેપાળ પહોંચી જશો. જ્યારે પશ્ર્ચિમ બંગાળના સિંહાબાદ સ્ટેશનને પણ દેશનું છેલ્લું રેલવે સ્ટેશન માનવામાં આવે છે, કારણ કે ત્યાર બાદ દેશની સમુદ્રી સીમા શરૂ થઈ જાય છે.
પશ્ર્ચિમ બંગાળના માલદા જિલ્લાના હબીબપુર વિસ્તારમાં બનેલું સિંહાબાદ સ્ટેશન ભારતનું છેલ્લું સીમાંત સ્ટેશન છે, જે બાંગલાદેશની સીમાની નજીક છે. સિંહાબાદ રેલવે સ્ટેશન બાંગલાદેશની એટલું નજક છે કે લોકો પગે ચાલીને બાંગલાદેશના અમુક કિલોમીટરનો વિસ્તાર ફરી આવે છે અને મજાની વાત તો એ છે કે એક જ કર્મચારી દ્વારા આખા સ્ટેશનનું સંચાલન કરવામાં આવે છે.