કતારઃ ફિફા વર્લ્ડકપ અત્યારે ફૂટબોલપ્રેમીઓમાં છવાયેલો છે, ત્યારે આર્જેન્ટિનાની ટીમ પ્રી-ક્વાર્ટરમાં પહોંચ્યા પછી તેનો જાદુ લોકોમાં વધ્યો છે. લિયોનલ મેસીની આગેવાની હેઠળની આર્જેન્ટિનાની ટીમની સઉદી અરેબિયાની સૌથી પહેલા
હારનો સામનો કરવામાં આવ્યા પછી સતત ત્રણ મેચમાં વિજેતા બની ચૂકી છે. હાલ આર્જેન્ટિનાના પ્લેયર્સ તો મેદાનમાં પરસેવો પાડી રહ્યા છે, પરંતુ તેમની બેટર હાફ એટલે તેમની પાર્ટનર્સ પણ પોતાની ટીમનો પાનો ચઢાવવાની સાથે સોશિયલ મીડિયામાં ટ્રેન્ડમાં જોવા મળી છે.
આર્જેન્ટિનાવતીથી એક હજાર મેચ રમનાર લિયોનલ મેસીની પાર્ટનર એન્ટોનેલા રોકુજોની વાત કરીએ તો બંને એકબીજાને બાળપણથી જાણે છે. પાંચ વર્ષની ઉંમરમાં એન્ટોનેલાને મળ્યો હતો. એન્ટોનેલા ડેન્ટિસ્ટ હોવાની સાથે એક મોડેલ પણ છે, જ્યારે બંને જણને ત્રણ બાળક છે.
લોટારો માર્ટિનેજની પાર્ટનર અગસ્ટિના ગૈંડોલ્ફો પણ એક મોડેલ છે. એટલું જ નહીં, અગસ્ટિના ફિટેનેસ અને હેલ્થ એક્સપર્ટ છે. ઈન્સ્ટાગ્રામ પર તેમના દસ લાખથી વધુ પ્રશંસક છે, જ્યારે મિલાન શહેરમાં તે એક રેસ્ટોરાં પણ ચલાવે છે.
આર્જેન્ટિનાના સ્ટાર પ્લેટર પાઉલો ડાયબાલા ઓરિયાના સબાતિ સાથે રિલેશનશિપમાં છે. ડાયબાલા જાણીતી અભિનેત્રી હોવાની સાથે સિંગર પણ છે તથા તેની તુલનામાં જાણીતી ગાયિકા કેટી પેરી સાથે કરવામાં આવી રહી છે.
માર્ટિના સ્ટોલેસ પણ જાણીતી સિંગર છે, જે મિડફિલ્ડર રોડ્રિગો ડી પોલને ડેટ કરે છે, જ્યારે માર્ટિના સ્ટોસેલની ઓરિયાના સતાબિતીની હરીફ છે. એટલું જ નહીં, તેના ઈન્સ્ટાગ્રામ પર 1.9 કરોડ ફોલોઅર્સ છે, જ્યારે તે લેટિન અમેરિકાની એક ચેનલની સ્ટાર પણ છે. ડિફેન્ડર નિકોલસ ટગ્લિઆફિકોની પાર્ટનરનું નામ કૈરો કૈલવાગ્ની છે, જે એક ફિટનેસ અને હેલ્થ એક્સપર્ટ છે, જ્યારે તેના ઈન્સ્ટાગ્રામ પર ત્રણ લાખથી વધુ ફોલોઅર્સ છે.