સામંથાથી કીર્તિ સુરેશ સુધી, મેકઅપ વિના કેવી લાગે છે સાઉથની આ અભિનેત્રીઓ?

મેટિની

બોલીવૂડ અભિનેત્રીઓની જેમ દક્ષિણ ભારતીય અભિનેત્રીઓ પણ તેમની સુંદરતા, અદ્ભુત ફિટનેસ અને ગ્લેમરસ સ્ટાઇલ માટે જાણીતી છે. જો કે આપણે મોટાભાગે અભિનેત્રીઓને મેકઅપમાં જોઈએ છીએ. અત્યાર સુધી બોલીવૂડની ઘણી અભિનેત્રીઓએ તેમની નો-મેકઅપ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે પરંતુ તમે દક્ષિણની અભિનેત્રીઓને મેકઅપ વગર જોઈ છે? ચાલો, જોઈએ કે પોતાની એક અદાથી ચાહકોને મોહિત કરનારી આ સાઉથની અભિનેત્રીઓ મેકઅપ વગર કેવી દેખાય છે.

નિધિ ભટ્ટ

કાજલ અગ્રવાલ
અભિનેત્રી કાજલ અગ્રવાલ દક્ષિણ ભારતીય સિનેમાની સુંદર અભિનેત્રીઓમાંની એક છે. હાલમાં જ તે એક ક્યૂટ બેબી બોયની માતા બની છે, પરંતુ ઘણીવાર તે પોતાની ગ્લેમરસ તસવીરો શેર કરતી રહે છે. જોકે તેનો મેકઅપ વગરનો લુક પણ ખૂબ વાયરલ થયો છે.
———
સામંથા રુથ પ્રભુ
સામંથા હાસનને માત્ર સાઉથમાં જ નહીં પરંતુ બોલીવૂડમાં પણ ખૂબ પસંદ કરવામાં આવે છે અને તેની લાંબી ફેન ફોલોઈંગ છે. સામંથાના મેકઅપ વગરની તસવીર પણ સામે આવી છે. જોકે અભિનેત્રી સામંથા મેકઅપ વિના પણ ખૂબ જ દેખાવડી લાગે છે.
——–
રશ્મિકા મંદાના
સાઉથ એક્ટ્રેસ રશ્મિકા મંદાનાને નેશનલ ક્રશ કહેવામાં આવે છે. તેનું મારકણું સ્મિત ચાહકોના હૃદયને ચોરી લે છે, પરંતુ શું તમે તેની મેકઅપ વિનાની તસવીર જોઈ છે? અત્યારે રશ્મિકા મેકઅપ વિના પણ ખૂબ જ સુંદર લાગે છે.
———
તમન્ના ભાટિયા
અભિનેત્રી તમન્ના ભાટિયાએ દક્ષિણ ભારતીય સિનેમાથી લઈને બોલીવૂડ સુધી પોતાની અલગ ઓળખ બનાવી છે. તમન્ના ન માત્ર જોરદાર એક્ટિંગ કરે છે, પણ તેની સાથે જ ફેન્સ તેની સુંદરતાના પણ કાયલ છે. તમન્ના ભાટિયાની મેકઅપ વગરની તસવીરો સામે આવી છે. તમન્ના નો-મેકઅપ લુકમાં પણ અદ્ભુત દેખાય છે.
———
નયનતારા
અભિનેત્રી નયનતારા પણ પડદા પર ખૂબ જ સુંદર અને ગ્લેમરસ લાગે છે પરંતુ મેકઅપ વિના તેનો લુક સાવ અલગ જ લાગે છે. તસવીરમાં દેખાતી અભિનેત્રીને ઓળખવી પણ
મુશ્કેલ છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.