આજકાલ અડધાથી વધારે દુનિયા વોટ્સએપ વાપરે છે અને દરેક વોટ્સએપ યુઝર્સ માટે આ સમાચાર ખૂબ જ મહત્ત્વના છે. આ સમાચાર વાંચ્યા બાદ કદાચ તમને ધક્કો લાગશે, કારણ કે અમુક મોબાઈલ પર વોટ્સએપ કામ કરતું બંધ થઈ જશે. તો ફટાફટ જાણી લો કે તમારો ફોન તો વોટ્સએપની યાદીમાં સામેલ હશે તો તમારા માટે આ માહિતી ચિંતાજનક છે. વોટ્સએપ અપગ્રેડને કારણે પોતાની જાતે સિક્યોરિટી અપડેટ આપે છે અને જો તમે જૂનો આઈફોન કે સ્માર્ટફોન વાપરતાં હશો તો વોટ્સએપ પરથી તમારું એકાઉન્ટ ડિલિટ થઈ જશે અને તમે તમારા મિત્રોથી વિખૂટા પડી જશો. મોબાઈલ દર વર્ષે અપગ્રેડ થાય છે અને અપગ્રેડને કારણે વોટ્સએપ પોતાની જાતે જ સિક્યોરિટી એલર્ટ આપે છે. જો તમે જૂનો સ્માર્ટફોન કે આઈફોન વાપરતાં હશો તો 31મી ડિસેમ્બરથી તમારા ફોનમાં મોબાઈલ વોટ્સએપ કામ કરતું અટકી જશે. 24મી ઓક્ટોબરથી વોટ્સએપે આઈફોનને સપોર્ટ આપવાનું બંધ કર્યું છે, પણ આ વખતે આ યાદી લાંબી હોઈએ આઈફોન સિવાય સેમસંગ, સોની, એલજી સહિતના અનેક કંપનીના ફોન્સનો આ યાદીમાં સમાવેશ થાય છે…