Delhi Crime: ઈન્સ્ટાગ્રામ ફ્રેન્ડે આચર્યું દુષ્કર્મ, પછી પીડિતાના પરણેતરને સેન્ડ કર્યો વીડિયો

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

રાજધાની દિલ્હીમાં સનસનાટીભર્યો મામલો સામે આવ્યો છે. મળતી માહિતી અનુસાર આરોપીએ યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હતું અને તેનો વીડિયો બનાવીને તેના પરણેતરને મોકલ્યો હતો જેને કારણે પીડિતાના લગ્ન તૂટી ગયા હતાં.
પોલીસે આપેલી માહિતી અનુસાર પીડિતાની આરોપી સાથે ઈન્સ્ટાગ્રામ પર મુલાકાત થઈ હતી. પીડિતા એક ખાનગી હોસ્પિટલમાં નર્સિંગનું કામ કરે છે. બંનેની વાત થયા બાદ આરોપીએ યુવતીને નશીલો પદાર્થ ખવડાવીને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું અને તેનો વીડિયો પણ બનાવ્યો હતો. આ વીડિયોને વાયરલ કરવાની ધમકી આપીને તે વારંવાર યુવતી સાથે દુષ્કર્મ આચરતો હતો. આરોપીથી પરેશાન થઈને પીડિતાએ તેનો ફોન રિસીવ કરવાનું બંધ કર્યું હતું. જ્યારે યુવતીના લગ્ન બીજી જગ્યાએ નક્કી થયા ત્યારે આરોપીએ એ વીડિયો યુવતીના પરણેતરને મોકલી દીધો હતો. ત્યારબાદ યુવતીએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, જેની તપાસ પોલીસ કરી રહી છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.