મુંબઈ: રાજકારણ એટલે જ ઉથલપાથલ. મહારાષ્ટ્રનાં રાજકારણમાં સૌથી મોટી ઉથલપાથલ માટે સૌથી વધારે જે બે મોટા નેતાના નામ લેવામાં આવે છે તે ઉદ્ધવ ઠાકરે અને દેવેન્દ્ર ફડણવીસ. મહારાષ્ટ્રના રાજકારણમાં છેલ્લા કેટલાક મહિનાથી જે રંગ જોવા મળ્યા છે, તેમાં દોસ્તો વચ્ચે દુશ્મની અને દુશ્મનો સાથે દોસ્તી પણ થઈ છે. રાજકીય ઉથલપાથલ માટે જો કોઈ બે મોટા નેતાના નામ લેવામાં આવે તો તે છે હાલના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે. આ બંનેનું નામ એટલા માટે લેવું પડે કે બંને અલગ થયા પછી પણ એમના નામો સોશિયલ મીડિયામાં છવાયેલા રહે છે. અલબત્ત, આ બંને મોટા ગજાના નેતા ભલે આજે અલગ અલગ થઈ ગયા પણ તેમની વાઇરલ થયેલી તસવીરોને લઈ ફરી આ બંને નેતા વચ્ચે કોઈ ખીચડી પાકી રહી રહી હોવાની રાજકીય વર્તુળોએ શક્યતા વ્યક્ત કરી રહ્યા છે.
શિવસેના સામે બંડ પોકારીને નવી સેના અને સરકાર બનાવ્યા પછી પણ બહુ લાંબા સમય પછી આ બંને નેતા એક સાથે જોવા મળ્યા હતા અને હવે લોકો બંને સાથે જોવા મળે કે યે દોસ્તી હમ ન તોડેંગેનાં સૂર લોકો સોશ્યલ મીડિયામાં આલાપી રહ્યા છે.
ફડણવીસ સાથે જોવા મળ્યા પછી ઉદ્વવ ઠાકરેએ સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે
પહેલા (અમારી વચ્ચે) એક નિખાલસતા હતી. આજે એવું કહેવામાં આવી છે કે બંધ બારણે ચર્ચાઓ ફાયદાકારક છે, તેથી જ્યારે અમે બંધ બારણે ચર્ચા કરીશું ત્યારે અમે ફરીથી વાત કરીશું. હું અને તે વિધાનભવનના દરવાજા નજીક આવી રહ્યા હતા અને તે સમયે રામ-રામ કે “હેલો” કરવામાં આવ્યું હતું અને બસ, એમ જ થયું.
સામે પક્ષે ઉદ્ધવ ઠાકરેને જ્યારે પૂછવામાં આવ્યું કે શું આજના “હાય-હેલો પછી તમારો મોદી વિરોધી શમી જશે? તો ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે ‘ના, ઉતાવળમાં આટલી મોટી વાત કરશો નહીં. શું આજે કોઈને હાય-હેલો કહેવું એ પાપ છે? શું તે કોઈ હેતુથી એમ કરવું જોઈએ?’
અહીં એ જણાવવાનું કે ઉદ્ધવ ઠાકરેની શિવસેનામાં વિભાજન પછી, બળવાખોર જૂથના નેતા એકનાથ શિંદેને ભાજપના સમર્થન દ્વારા મુખ્ય પ્રધાન બનાવવામાં આવ્યા હતા, જ્યારે દેવેન્દ્ર ફડણવીસને નાયબ મુખ્ય પ્રધાન પદ સંભાળવાનું કહેવામાં આવ્યું હતું. શિંદેના બળવા બાદ ઉદ્ધવને મુખ્ય પ્રધાન પદ પરથી હટી જવું પડ્યું હતું.