કાલી પોસ્ટરના વિવાદ બાદ મહાદેવને સિગારેટ પીતા દર્શાવાયા, કન્યાકુમારીમાં પોસ્ટર પર વિવાદ વકર્યો

દેશ વિદેશ

Kanyakumari: કાલી ફિલ્મના પોસ્ટરનો વિવાદ હજુ શાંત નથી થયો ત્યાં શંકર ભગવાનને સિગારેટ પીતા પોસ્ટર પર નવો વિવાદ સર્જાયો છે. તમિલનાડુના કન્યાકુમારી જિલ્લાના થિંગલ નગર નજીક આવેલા આરોગ્યપુરમ ગામમાં થોડા દિવસો પહેલા એક યુગલના લગ્ન થયા હતાં અને તેમને શુભેચ્છા આપતું પોસ્ટર વરરાજાના મિત્રોએ બનાવ્યું હતું, જેમાં એક કપલને શુભેચ્છા આપતા દોસ્તોની તસવીર છે અને બીજા બેનરમાં શંકર ભગવાનને સિગારેટ પીતા દર્શાવાયા છે. આ બેનરમાં વરરાજાની મજાક ઉડાવવાની કોશિશ કરવામાં આવી છે.

વરરાજાના મિત્રોએ શંકર ભગવાનનું પોસ્ટ લગાવ્યું ત્યાં હિંદુ સંગઠનોની નજર પડી ગઈ હતી અને આગની ઝડપે તે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયું હતું. ત્યારબાદ સ્થાનિક હિંદુ સંગઠનોએ ઈરાનિયલ પોલીસ સ્ટેશનમાં આ ઘટનાની સૂચના આપવામાં આવી હતી. વરરાજા સહિત તેના મિત્રોને પોલીસ સ્ટેશનમાં બોલાવાયા હતાં. હાલમાં બધાને ચેતવણી આપીને છોડી દેવામાં આવ્યા છે અને બેનર પણ હટાવવામાં આવ્યા હોવાની જાણકારી મળી છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.