Friendship Day Special: આજના દોડધામવાળા જીવનમાં મિત્રો મેન્ટલ અને ફિઝિકલ હેલ્થ માટે ફાયદાકારક

સ્પેશિયલ ફિચર્સ

દરેક વ્યક્તિના જીવનમાં પરિવારની સાથે મિત્રોનું પણ સ્થાન અલગ હોય છે. મિત્રો સાથે સુખ અને દુખ એમ બધી જ વાતો શેક કરતાં હોઈએ છીએ. ક્યારેક વધુ ટેન્શનમાં હોઈએ અને મિત્રો સાથે ફિલીંગ્સ શેર કરીએ તો મન હળવું જઈ જાય છે. માનસિક તણાવને ઓછું કરવા માટેની એકમાત્ર ઝડપી અસરકારક દવા એટલે મિત્રો.

એક રિપોર્ટ અનુસાર મિત્રતાની અસર મેન્ટલ હેલ્થની સાથે સાથે ફિઝિકલ હેલ્થ પર પણ પડે છે. તમને જાણીને નવાઈ લાગશે કે મિત્રતા લોકોને હ્રદય રોગ, કેન્સર, હાઈ બ્લડ પ્રેશર જેવી ગંભીર બીમારીઓથી પણ બચાવે છે.

એક સ્ટડી અનુસાર જે લોકો પાસે સારા મિત્રો છે તેઓને કાર્ડિયોવેસ્ક્યુલર ડિસિઝ એટલે હ્રદયરોગ, હાઈ બ્લડ પ્રેશર અને કેન્સર જેવા રોગ થવાની શક્યતા ઘટી જાય છે. જે લોકો મિત્રોથી દૂર રહે છે તેમને આ બધા જ રોગ થવાની શક્યતા વધી જાય છે.

વ્યક્તિના જીવનમાં એકલતાપણુ અનેક તકલીફો લઈને આવે છે. આ ડિપ્રેશનનું કારણ પણ બને છે. આનાથી ઉંઘ અનિયમિત થાય છે. એકલતાથી પર્સનાલિટી ડિસઓર્ડર અને દારૂની લત પણ લાગી શકે છે. તેવામાં મિત્રતા આ બધી જ વસ્તુઓથી દૂર રાખે છે.

સારી મિત્રતા મેન્ટલ હેલ્થને સારી રાખે છે. અને તેનુ કારણ છે ઓક્સીટોસીન. આ હાઈપોથૈલેમસમાં બનનારો એક હોર્મોન અને ન્યૂરોટ્રાંસમીટર છે. આ માણસોમાં વિશ્વાસ, સહાનુભૂતિ અને દયા જેવી ભાવનાઓથી જોડાયેલુ હોય છે. અને મિત્રતાની ખાસ ભૂમિકા છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.