15 ઓગસ્ટ સુધી તમામ સ્મારકો અને મ્યુઝિયમમાં મળશે ફ્રી એન્ટ્રી, મોદી સરકારનો મોટો નિર્ણય

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

દેશની આઝાદીને 75 વર્ષ પૂરા થઇ રહ્યા છે એ અવસર પર આઝાદીના અમૃત મહોત્સવને ઉજવવામાં આવી રહ્યો છે. આઝાદીના અમૃત પર્વને વિશેષ બનાવવા માટે ભારત સરકાર દ્વારા ખાસ તૈયારીઓ કરવામાં આવી છે. લોકોમાં આઝાદીની ઉજવણીની ભાવના અને દેશભક્તિની ભાવના વધારવા કેન્દ્ર સરકાર દ્વારા અનેક મહત્વના નિર્ણયો લેવામાં આવી રહ્યા છે.
આ તહેવારને વિશેષ બનાવવા માટે 5થી 15 ઓગસ્ટ સુધી ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ દ્વારા દેશના તમામ સ્મારકો, સંગ્રહાલયો અને પુરાતત્વીય સ્થળોમાં મુલાકાતીઓનો પ્રવેશ સંપૂર્ણપણે મફત કરવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં હવે આ સ્થળોની મુલાકાત લેવા માટે કોઈ ફી લેવામાં આવશે નહીં.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.