Good news: હવે ફ્રીમાં મળશે બૂસ્ટર ડોઝ, જાણો કયારથી અને કયા મળશે

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

બૂસ્ટર ડોઝને લઇને કેન્દ્ર સરકારે મહત્વનો નિર્ણય લીધો છે, જે હેઠળ 15મી જુલાઇથી સરકારી કેન્દ્રો પર 18-59 વર્ષની ઉંમરના લોકોને ફ્રીમાં બૂસ્ટર ડોઝ આપવામાં આવશે. સરકાર એ માટે વિશેષ અભિયાન ચલાવી રહી છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર કોરોનાના બૂસ્ટર ડોઝ પ્રતિ લોકોની જાગરૂકતા વધારવાના ઉદ્દેશથી અને ભારતની આઝાદીના 75 વર્ષ પૂરા થવાના અવસરે આઝાદીના અમૃત મહોત્સવ હેઠળ અભિયાન ચલાવવામાં આવશે.

કહેવાય રરહ્યું છે કે અત્યાર સુધી 18થી 59 વર્ષની 77 કરોડ વસતિમાંથી એક ટકાથી પણ ઓછાએ બૂસ્ટર ડોઝ લીધો છે. જોકે, 60 વર્ષથી વધુની ઉંમરના લગભગ 16 કરોડ લોકો બૂસ્ટર ડોઝ લઇ ચૂક્યા છે.
કોરોનાની રસીના બે ડોઝ લીધા બાદ આશરે છ મહિનામાં એન્ટીબોડીનુ સ્તર ઘટવા લાગે છે અને બૂસ્ટર ડોઝ લેવાથી પ્રતિકારક ક્ષમતા વધે છે. સરકાર 75 દિવસ માટે એક વિશેષ અભિયાન ચલાવવાની યોજના બનાવી રહી છે. આ હેઠળ 18થી 59 વર્ષના લોકો 15મી જુલાઇથી સરકારી રસીકરણ કેન્દ્રોમાં જઇને મફતમાં બૂસ્ટર ડોઝ લઇ શકશે, એવી માહિતી મળી છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.