દોહા: કતારમાં રમાઇ રહેલા ફિફા ફૂટબોલ વર્લ્ડ કપની બીજી સેમીફાઇનલ મેચમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ફ્રાન્સે મોરોક્કોને ૨-૦થી હરાવ્યું હતું. આ જીત સાથે ફ્રાન્સે સતત બીજી વખત અને કુલ ચોથી વખત ફાઇનલમાં પોતાનું સ્થાન બનાવી લીધું છે. ફ્રાન્સ ફાઇનલમાં આર્જેન્ટિના સામે ટકરાશે. હવે ફિફા વર્લ્ડ કપ ૨૦૨૨ની ફાઈનલ ૧૮ ડિસેમ્બરે ફ્રાન્સ અને આર્જેન્ટિના વચ્ચે રમાશે.
મોરોક્કોની હારથી આફ્રિકન અને આરબ દેશોનું સપનું ચકનાચૂર થઈ ગયું હતું. મોરક્કો હવે ત્રીજા સ્થાન માટેની મેચમાં ૧૭ ડિસેમ્બરે ક્રોએશિયા સામે ટકરાશે.
ફ્રાન્સ માટે મેચમાં પ્રથમ ગોલ પાંચમી મિનિટે થિયો હર્નાન્ડિઝે કર્યો હતો. તેના પછી ૭૯મી મિનિટે રેન્ડલ કોલો મુઆનીએ ટીમ માટે બીજો ગોલ કર્યો હતો. ફ્રાન્સ તરફથી કાયલિયાન એમ્બાપ્પે, એન્ટોઈન ગ્રીઝમેન, ઓલિવિયર ગિરાઉડ અને ઓસમાન ડેમ્બેલે જેવા સ્ટાર ખેલાડીઓ આ મેચમાં ગોલ કરી શક્યા ન હતા.
ફ્રાન્સે પાંચમી મિનિટે જ સરસાઈ મેળવી લીધી હતી. ટીમ માટે પ્રથમ ગોલ થિયો હર્નાન્ડિઝે કર્યો હતો. ૭૯મી મિનિટે ટીમની લીડ બમણી થઈ ગઈ. તેના માટે રેન્ડલ કોલો મુઆનીએ ટીમ માટે બીજો ગોલ કર્યો હતો. તે અવેજી તરીકે ઉતર્યો હતો.
આ મેચ જીતીને ફ્રાન્સની ટીમે સતત બીજી વખત અને એકંદરે ચોથી વખત ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. આ પહેલા ફ્રાન્સ ત્રણ વખત ફાઈનલ રમ્યું હતું, તેણે ૧૯૯૮ અને ૨૦૧૮માં બે વખત ટાઈટલ જીત્યું હતું, જ્યારે ૨૦૦૬માં રનર્સ અપ રહી હતી. ફ્રાન્સની ટીમ પણ બે વખત ત્રીજા નંબરે અને એકવાર ચોથા નંબર પર રહી છે. આ વખતે ફ્રાન્સની ટીમ કુલ સાતમી વખત ટોપ-૪માં પહોંચી છે.ફ્રાન્સની ટીમ સતત બીજી વખત ફાઇનલમાં પહોંચી છે. તેણે છેલ્લે ૨૦૧૮માં ક્રોએશિયાને ટાઈટલ મેચમાં હરાવ્યું હતું. ત્યારબાદ તે ૧૯૯૮ બાદ ચેમ્પિયન બની હતી. ફ્રાન્સની નજર ત્રીજી વખત ચેમ્પિયન બનવા પર છે. રવિવારે (૧૮ ડિસેમ્બર) ફાઇનલમાં તેનો મુકાબલો આર્જેન્ટિના સામે થશે.
ફિફા વર્લ્ડ કપની બીજી સેમિફાઇનલમાં ફ્રાન્સે મોરક્કોને હરાવ્યું: ફાઇનલમાં આર્જેન્ટિના સામે ટકરાશે
RELATED ARTICLES