નોઈડામાં ખોદકામ દરમિયાન દિવાલ ધરાશાયી થતાં ચાર મજૂરોના મોત

ટૉપ ન્યૂઝ

નોઈડાના સેક્ટર 21માં નિર્માણાધીન દિવાલ ધરાશાયી થવાને કારણે મોટી દુર્ઘટના સર્જાઈ છે. આ અકસ્માતમાં ચાર મજૂરોના મોત થયા છે. કાટમાળમાં હજુ ઘણા મજૂરો દબાયા હોવાની આશંકા છે. નોઈડાના જિલા અધિકારીએ સમગ્ર ઘટનાની તપાસના આદેશ આપ્યા છે.
મળતી માહિતી મુજબ, જલવાયુ વિહારમાં બાઉન્ડ્રી વોલની ગટરના સમારકામ દરમિયાન લગભગ 200 લાંબી મીટર દિવાલ પડી જવાને કારણે આ અકસ્માત સર્જાયો હતો. ત્યાં કુલ 12 મજૂરો કામ કરી રહ્યા હતા. સ્થાનિક લોકોની સૂચના પર પોલીસ અને બચાવ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને કાટમાળ હટાવવાનું કામ ચાલી રહ્યું છે.
થોડા દિવસ પહેલા અમદવાદમાં નિર્માણાધીન બિલ્ડીંગના 13માં માળેથી પટકાતા 7 મજુરોના મોત થયા હતા. ગત શનિવારે લખનઉ કેન્ટ વિસ્તારના દિલકુશન વિસ્તારમાં આર્મી ઓફિસર્સ કોલોની ગૌર એન્ક્લેવની દિવાલ ત્રણ દિવસથી ભારે વરસાદને કારણે ધરાશાયી થઈ ગઈ હતી. દિવાલના કાટમાળ નીચે દબાઈ જવાથી બે પરિવારના નવ લોકોના મોત થયા હતા. આ અકસ્માત સવારે 3 વાગ્યાની આસપાસ થયો હતો. બે કલાક સુધી ત્રણે ટીમોએ રાહત કાર્ય કર્યું હતું. કોઈ રીતે કાટમાળ હટાવીને બે જીવતા બહાર કાઢવામાં આવ્યા હતા. અકસ્માતમાં મૃત્યુ પામેલા તમામ લોકો મધ્યપ્રદેશના ઝાંસી અને ટીકમગઢના રહેવાસી હતા

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.