આજે ચાર ફિલ્મ બૉક્સ ઓફિસ પર ટકરાશે: શાબાશ મિતુ, હિટ, લડકી અને જુદા હો કે ભી

મેટિની

આજે ચાર હિન્દી ફિલ્મો બૉક્સઓફિસ પર ટકરાશે ત્યારે કોણ મેદાન મારે છે તે જોવું રસપ્રદ થઈ પડશે

મુકેશ પંડ્યા

હિટ-ધ ફર્સ્ટ કેસ
આ ફિલ્મ તેલુગુ ફિલ્મની હિન્દી રિમેક છે. આ એક થ્રીલર મુવી છે જેમાં લીડ રોલમાં રાજકુમારરાવ અને સાન્યા મલ્હોત્રા છે. આ ફિલ્મનું દિગ્દર્શન શૈલેષ કોલાનુએ કર્યું છે
——-
જુદા હો કે ભી
આ ફિલ્મ રોમેન્ટિક કમ હોરર ફિલ્મ છે. એંદ્રિતા રે અને અક્ષય ઓબેરોય આ ફિલ્મમાં લીડ રોલમાં છે. આ ફિલ્મ વિક્રમ ભટ્ટે બનાવી છે. અગાઉ પણ વિક્રમ ભટ્ટે ઘણી હોરર ફિલ્મ બનાવી છે. જોઇએ આ ફિલ્મ કેવું કાઠું કાઢે છે.
——-
શાબાશ મિતુ
થોડા મહિનાઓ પૂર્વે જ નિવૃત્ત થયેલી ભારતીય મહિલા ક્રિકેટર અને સફળ કૅપ્ટન મિતાલી રાજ પર આધારિત આ ફિલ્મમાં તાપસી પન્નુ લીડ રોલમાં જોવા મળશે. તાપસીએ આ ફિલ્મ માટે ઘણી મહેનત કરી છે. આ અગાઉ તેણે ક્યારેય બેટ પકડ્યું ન હતું.
આ ફિલ્મનું દિગ્દર્શન શ્રીજીત મુકરજીએ કર્યું છે અને નિર્માતા અજિત અંધરે છે. ગયા વર્ષે કોરોનાકાળ પછી ક્રિકેટ પર આધારિત સ્પોર્ટ્સ ફિલ્મ ’૮૩ રજૂ થઇ હતી.
ભારતે કપિલદેવના નેતૃત્વ હેઠળ ૧૯૮૩માં જીતેલા વિશ્ર્વ કપ પર આધારિત આ ફિલ્મ હતી. સ્પોર્ટ્સની વાત કરીએ તો ભારતની પ્રજાને સૌથી વધુ ક્રિેકેટ પસંદ છે, જોકે બૉક્સ ઓફિસ પર ફિલ્મ ’૮૩ એટલી સફળ ન હોતી થઇ. જોઇએ હવે ‘શાબાશ મિતુ’ નામની આ ફિલ્મ કેવું પ્રદર્શન કરે છે.
———
લડકી: એન્ટર ધ ગર્લ ડ્રેગન
રામગોપાલ દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મ એક પ્રેમ કહાણી અને માર્શલ આર્ટ પર આધારિત ફિલ્મ છે. આ એક એવી છોકરીની વાર્તા છે જે બ્રુસ લીની દિવાની છે અને એક છોકરા સાથે પ્રેમ કરતી હોય છે. આ ફિલ્મમાં ચીનના અમુક કલાકારોએ પણ ભાગ લીધો છે.
ચીનના અમુક ભાગોમાં આ ફિલ્મનું શૂટિંગ પણ થયું છે એટલે ચીનની ૪૦,૦૦૦થી પણ વધુ સ્ક્રિન્સમાં પણ આ ફિલ્મ રજૂ થશે. પૂજા ભાલેકર આ ફિલ્મમાં લીડ રોલમાં છે જે પોતે પણ માર્શલ આર્ટની નિષ્ણાત છે. જોઇએ આ ફિલ્મ ભારત અને ચીનમાં કેવી ચાલે છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.