લખનઊની હોટલમાં ભીષણ આગ ફાટી નીકળતાં 4નાં મોત

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

ઉત્તર પ્રદેશના લખનઊમાં આજે સવારે એક હોટલમાં ભીષણ આગ ફાટી નીકળતા ચાર વ્યક્તિના મૃત્યુ થયા છે અને દસ લોકો ગંભીર રીતે દાઝી ગયા હોવાની માહિતી મળી છે. આગની માહિતી મળતા જ 15 જેટલા ફાયર ટેન્ડરો અને 13 એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આગ બુઝાવવાની કામગીરી ચાલી રહી છે.


આગ લાગી ત્યારે લખનૌની હોટેલ લેવાનામાં ઘણા મહેમાનો અને સ્ટાફના સભ્યો ફસાયા હતા. ઈમરજન્સી રાહત ટીમોએ અંદર ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે લોખંડના સળિયા વડે હોટલની બારીઓ તોડી નાખી હતી. હોટલના રૂમમાં ફસાયેલા લોકોને બહાર કાઢવાના પ્રયાસો ચાલુ છે. આગ હોટલના ત્રીજા માળે લાગી હતી. સોમવારે વહેલી સવારે હોટલમાંથી ધુમાડાના ભારે વાદળો નીકળતા જોવા મળ્યા ત્યારે લગભગ 35 થી 40 લોકો અંદર હાજર હતા.
મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું હતું અને વહીવટીતંત્રને બચાવ કામગીરી હાથ ધરવા તથા ઘાયલોને તમામ સુવિધાઓ પૂરી પાડવાનો નિર્દેશ આપ્યો હતો. તેમણે ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી હતી. તેમણે આ ઘટનાની તપાસના પણ આદેશ આપ્યા હતા.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.