જી હા, આ કોઈ ગપગોળા કે ફિલ્મ ટીવી શોની સ્ટોરીનો પ્લોટ નથી. પરંતુ સિંગાપોરમાં રહેતી યાંગ નામની મહિલા સાથે ઘડી ચૂકેલી સત્ય ઘટના છે. આવો જોઈએ શું છે આખી વાત..
વાત જાણે એમ છે કે યાંગ બાથરૂમમાં સ્નાન કરવા ગઈ હતી. અચાનક કોઈ કારણસર બાથરૂમના દરવાજાનો હેન્ડલ તૂટી જતાં દરવાજો લોક થઈ ગયો. યાંગે આ દરવાજો અંદરથી ખોલવાના અનેક પ્રયાસો કર્યા પણ તેમાં તેને સફળતા મળી નહીં. તેણે મદદ માટે બૂમો પણ પાડી પરંતુ તેનો કોઈ અર્થ સર્યો નહીં અને એને બાથરૂમમાં પુરાઈને રહેવું પડ્યું.
દરમિયાન પરિવારના સભ્યો તેને 4 દિવસ સુધી સતત સંપર્ક કરવાનો પ્રયત્ન કરી રહ્યા હતા.
આખરે કઈ અજુગતું તો બન્યું નથી ને એ તપાસવા કુટુંબીજન યાંગના ઘરે આવ્યા અને આ આખી ઘટનાની જાણ થઈ. તેમણે પોલીસને બોલાવી અને દરવાજો તોડીને યાંગને બહાર કાઢવામાં આવી ત્યારે તેણે આખી વાત પરિવારને જણાવી. ચાર દિવસ સુધી તેણે પાણી પીને જ ગુજારો કર્યો હતો. હાલમાં આ ઘટના સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઈ રહી છે…નેટીઝન્સ આ ઘટના પર અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે.