Homeઆમચી મુંબઈમહારાષ્ટ્રમાં મોટા ઉદ્યોગો માટે ચાર સર્ક્યુલર ઈકોનોમી પાર્ક્સ ઊભા કરાશે

મહારાષ્ટ્રમાં મોટા ઉદ્યોગો માટે ચાર સર્ક્યુલર ઈકોનોમી પાર્ક્સ ઊભા કરાશે

મુંબઈ: મહારાષ્ટ્રમાં ચાર સકર્યુલર ઈકોનોમી પાકર્સ ઊભા કરવા અંગેની નીતિ ટૂંક સમયમાં તૈયાર કરાશે તેવું રાજ્યના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું હતું. મહારાષ્ટ્રના સ્ટીલ ઍન્ડ માઈન્સના મુખ્ય સચિવ હર્ષદીપ કાંબલેએ કહ્યું કે સ્ક્રેપ અને અન્ય નકામી ચીજવસ્તુઓના રિસાઈકલિંગ પર સૂચિત સકર્યુલર ઈકોનોમી પાકર્સમાં ધ્યાન કેન્દ્દિત કરવામાં આવશે. ઔરંગાબાદ, રત્નાગિરિ, પુણે પાસે અને નાગપુરમાં સૂચિત પાર્ક ઊભા કરાશે. કોંકણ સમુદ્દકાંઠા પરના રત્નાગિરિમાં શિપબ્રેકિંગ યુનિટ પુણે પાસે એક ઈ-વેસ્ટ, ઓટોપાર્ટસ યુનિટ, ઔરંગાબાદના જાલના પાસે સ્ટીલ સ્ક્રેપ યુનિટ અને નાગપુર પાસે મલ્ટીપર્પઝ મલ્ટીપ્રોડ્કટ યુનિટ ઊભું કરવાની સરકારની યોજના છે તેવુ તેમણે કહ્યું હતું.
નાગપુરની ભૌગોલિક પરિસ્થિતિ દેશના મધ્યમાં હોવાથી અહીં દેશના મોટા ઉદ્યોગોનો વેસ્ટ સામગ્રી પર પ્રકિ્રયા હાથ ધરાશે. દરેક યુનિટ ઓછામાં ઓછી ૫૦૦ એકર અને વધુમાં વધુ ૧૦૦૦ એકર જમીન પર ઊભા કરવામાં આવશે. આ ચારે યુનિટના વિસ્તારમાં મહારાષ્ટ્ર ઈન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (એમઆઈડીસી) લેન્ડબેન્ક (જમીન) ધરાવે છે. આ ચાર સકર્યુલર ઈકોનોમી પાકર્સમાં પ્લાન્ટ નાખવા ઈચ્છુકોને જીએસટીના ઓછા દર. વીજળી અને પાણીના ઓછા દર સહિતના પ્રોત્સાહનો પૂરા પાડવામાં આવશે. સંપૂર્ણ રીતે વિકસિત કરાયેલી જમીન ઓછા દરે આપવામાં આવશે તેવું તેમણે કહ્યું હતું. સકર્યુલર ઈકોનોમી પાકર્સના સ્ક્રેપયાર્ડ/બ્રેકિંગ યુનિટ્સ, સ્ટોરેજ ફેસિલિટી અને એફલ્યુઅન્ટ ટ્રિટમેન્ટ પ્લાન્ટ ઊભા કરાશે.
ભારતમાં રિસાઈકલિંગ ઉદ્યોગ ૫૦ અબજ ડોલરનો, જ્યારે વિશ્ર્વમાં ૪.૫ ટ્રિલિયન ડોલરર્સનો છે તેવું કાંબલેએ કહ્યું હતું; જેમાં મટિરિયલ્સનું રિસાઈકલિંગ અને પુનર્વપરાશ કરવામાં આવે છે તેને સકર્યુલર ઈકોનોમી કહેવામાં આવે છે. આ અંગેની જુદી પૉલિસી ધરાવનારું મહારાષ્ટ્ર પ્રથમ રાજ્ય બનશે તેવું કાંબલેએ કહ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular