શિવસેનાના પૂર્વ ધારાસભ્ય સૂર્યકાંત દેસાઈનું શુક્રવારે મહારાષ્ટ્રના થાણે જિલ્લાના ડોમ્બિવલીમાં 95 વર્ષની વયે નિધન થયું હતું. તેમના સંબંધીએ આ માહિતી આપી હતી. દેસાઈએ મધ્ય મુંબઈની પરેલ વિધાનસભા બેઠક પરથી 1995ની ચૂંટણી જીતી હતી. તેમના પરિવારના એક સભ્યએ જણાવ્યું હતું કે દેસાઈને શ્વાસ લેવામાં તકલીફ હતી અને તેમને ગુરુવારે અહીંની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પરિવારના સદસ્યના જણાવ્યા અનુસાર, શુક્રવારે તેમને વેન્ટિલેટર સાથે બીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવી રહ્યો હતો પરંતુ તે દરમિયાન તેમનું મોત થયું હતું. તેમના પુત્રએ જણાવ્યું હતું કે જે એમ્બ્યુલન્સમાં તેમને લઈ જવામાં આવી રહ્યા હતા તેમાં મધ્યમાં થોડી ખામી સર્જાઈ હતી અને તેને અમુક અંતરે ધકેલવી પડી હતી. તેમણે કહ્યું હતું કે તેઓ હોસ્પિટલ અને એમ્બ્યુલન્સ પ્રોવાઈડર સામે બેદરકારી બદલ પોલીસ કેસ દાખલ કરવાની યોજના બનાવી રહ્યા છે.
શિવસેનાના પૂર્વ ધારાસભ્યનું નિધન
RELATED ARTICLES