પેશાવરઃ પાકિસ્તાનના લશ્કરી પ્રશાસનના કટ્ટર વિવેચક અને નેશનલ ડેમોક્રેટિક પાર્ટીના ભૂતપૂર્વ નેતા અબ્દુલ લતીફ આફ્રિદીને પેશાવરની હાઈ કોર્ટમાં ઘૂસીને હુમલાખોરોએ ગોળી મારીને હત્યા કરી નાખવામાં આવી છે.
પાકિસ્તાનના નેશનલ ડેમોક્રેટિક પાર્ટીના ભૂતપૂર્વ નેતા અને દેશની સુપ્રીમ કોર્ટના બાર એસોસિયેશનના ભૂતપૂર્વ અધ્યક્ષ અબ્દુલ લતીફ આફ્રિદી પર ધોળે દિવસે હાઈ કોર્ટમાં ગોળી મારીને હત્યા કરી નાખવામાં આવી હતી. તેઓ પાકિસ્તાનના લશ્કરના કટ્ટર વિવેચક હતા અને તેમના પર સોમવારે હુમલો કરવામાં આવ્યો હતો.
હુમલા પછી હુમલાખોરની ધરપકડ કરવામાં આવી હતી. હુમલાખોરોએ અબ્દુલ લતીફ અફ્રિદીની પેશાવર હાઈ કોર્ટમાં ઘૂસીને બંદુકથી ગોળી મારી હતી. ગોળી વાગ્યા પછી તાત્કાલિક તેમને લેડી રીડિંગ હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા.
સુપ્રીમ કોર્ટ બાર એસોસિયેશનના ભૂતપૂર્વ અધ્યક્ષ અબ્દુલ લતીફ અફરિદીને છ ગોળી મારવામાં આવી હતી. કોર્ટમાં તેઓ સાથી વકીલ સાથે રુમમાં બેસીને ચર્ચા કરી રહ્યા હતા ત્યારે ત્યારે તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો. હુમલાખોરોને ઘટનાસ્થળે ધરપકડ કરવામાં આવી હતી ત્યાર બાદ પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
અબ્દુલ લતીફને લોકો લતીફ લાલાના નામથી ઓળખવામાં આવે છે. તેઓ પસ્તુન નેશનાલિસ્ટ નેતા પણ હતા. તેઓ પહેલી વખત 1986થી 1989 દરમિયાન અવામી નેશનલ પાર્ટી (એએનપી)ના અધ્યક્ષ રહી ચૂક્યા છે ત્યારબાદ તેઓ 1997થી 1999 દરમિયાન નેસનલ એસેમ્બલીના મેમ્બર તરીકે કામગીરી કરી છે. ત્યારબાદ 2005થી 2007ની વચ્ચે અવામી નેશનલ પાર્ટીના જનરલ સેક્રેટરી હતા. પેશાવર હાઈ કોર્ટમાં બાર એસોસિયેશનના અધ્યક્ષ અને પાકિસ્તાન બાર કાઉન્સીલના ઉપાધ્યક્ષ તરીકે કામ કર્યું છે.