તામીલનાડુના કન્યાકુમારીથી રાહુલ ગાંધીના નેતૃત્વમાં નીકળેલી કોંગ્રેસની ભારત જોડો યાત્રા રાજસ્થાન પહોંચી છે. આજે RBIના પૂર્વ ગવર્નર રઘુરામ રાજન ભારત જોડો યાત્રામાં જોડાયા હતા. આ દરમિયાન રાહુલ ગાંધી અને રઘુરામ રાજન વચ્ચે લાંબી વાતચીત થઈ હતી, જેની તસવીરો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
કોંગ્રેસે તેના ટ્વિટર એકાઉન્ટ પર શેર કરેલી તસ્વીરોમાં આરબીઆઈના પૂર્વ ગવર્નર રઘુરામ રાજન રાહુલ ગાંધી સાથે પગપાળા ચાલતા દેખાય છે. તેના કેપ્શનમાં કોંગ્રેસે લખ્યું છે કે, “નફરત સામે દેશને એક કરવા માટે ઉભેલા લોકોની વધતી સંખ્યા દર્શાવે છે કે અમે સફળ થઈશું.”
નોંધનીય છે કે UPA સરકારમાં રઘુરામ રાજનને આરબીઆઈના ગવર્નર બનાવવામાં આવ્યા હતા. રઘુરામ રાજન આર્થિક મુદ્દાઓ પર તેમના સ્પષ્ટ વિચારો માટે જાણીતા છે. તેઓ NDA સરકારની આર્થીક નીતિઓના આલોચક રહ્યા છે.
यात्रा नहीं, ये है क्रांति
तोड़ेगी तानाशाहों की भ्रांति#BharatJodoYatra pic.twitter.com/DM4YDenyrd— Bharat Jodo (@bharatjodo) December 14, 2022
“>
અત્યાર સુધીમાં અનેક જાણીતી હસ્તીઓ યાત્રામાં ભાગ લઈ ચૂકી છે. સામાજિક કાર્યકર મેધા પાટકર, અભિનેત્રી સ્વરા ભાસ્કર, અમોલ પાલેકર, પ્રોફેશનલ બોક્સર વિજેન્દર સિંહ રાહુલ ગાંધી સાથે યાત્રામાં જોડાયા હતા, ઉપરાંત વિરોધ પક્ષોના જાણીતા રાજકારણીઓ પણ જોડાયા હતા.
ભારત જોડો યાત્રા તેના 100મા દિવસની નજીક પહોંચી રહી છે. પાર્ટીએ 16 ડિસેમ્બરે જયપુરમાં યાત્રાના 100 દિવસ પૂરા કરવાની ઉજવણી માટે સુનિધિ ચૌહાણના લાઈવ પરફોર્મન્સ સાથે એક કોન્સર્ટનું આયોજન કરવાનો નિર્ણય લીધો છે.