ભારતના પ્રથમ ભૂતપૂર્વ મહિલા રાષ્ટ્રપતિ પ્રતિભાતાઈ પાટિલના પતિ દેવી સિંહ શેખાવતનું આજે અવસાન થયું છે. તેમણે 89 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા. આજે પુણેના કે. ઇ. એમ. હોસ્પિટલમાં ટૂંકી બીમારીના કારણે તેમનું અવસાન થયું હતું. તેમના નિધનથી સમાજના તમામ ક્ષેત્રોમાંથી શોક વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. દેવીસિંહ રણસિંહ શેખાવત પૂર્વ રાષ્ટ્રપતિ પ્રતિભાતાઈ પાટિલના પતિ છે. તેઓ અગાઉ અમરાવતીના પૂર્વ મેયર તરીકે પણ સેવા આપી ચૂક્યા છે. તેઓ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સભ્ય પણ હતા. પુણેમાં આજે સાંજે પાંચ વાગ્યે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. દેવીસિંહ પાટીલને બે દિવસ પહેલા કાર્ડિયાક અરેસ્ટને કારણે પુણેની KEM હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આજે સવારે 9.30 કલાકે તેમનું નિધન થયું હતું. દેવીસિંહ શેખાવત વિદ્યાભારતી શિક્ષણ સંસ્થાનના સ્થાપક પ્રમુખ હતા. તેઓ કોંગ્રેસ પાર્ટીના સક્રિય સભ્ય હતા. ડૉ. શેખાવતે 1985માં અમરાવતી વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડી હતી. આ ચૂંટણીમાં તેમનો વિજય થયો હતો. તેઓ 1991માં અમરાવતીના પ્રથમ મેયર બન્યા હતા. 1995માં તેઓ વિધાનસભાની ચૂંટણી પણ લડ્યા હતા, પરંતુ તેમને હાર સ્વીકારવી પડી હતી. તેમની રાજનીતિની શરૂઆત કોંગ્રેસથી થઈ હતી. તેઓ મેયરથી લઈને અમરાવતીના ધારાસભ્ય સુધીના પદો સંભાળી ચુક્યા છે. દેવીસિંહ શેખાવતે શરૂઆતના વર્ષોમાં રસાયણશાસ્ત્રના પ્રોફેસર તરીકે કામ કર્યું હતું. દરમિયાન, 7 જુલાઈ, 1965ના રોજ ડૉ. દેવી સિંહ શેખાવત અને પ્રતિભાતાઈ પાટીલના લગ્ન થયા હતા. તેઓ દાયકાઓથી અમરાવતીના રાજકીય અને શૈક્ષણિક વર્તુળોમાં સક્રિય હતા. ઉંમરને કારણે દેવી સિંહ શેખાવતની તબિયત બગડી રહી હતી. આખરે આજે તેમણે પુણેમાં સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લીધા હતા.