પ્રાંતિજના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા 22મી ઓગષ્ટે ભાજપમાં જોડાશે

આપણું ગુજરાત ટૉપ ન્યૂઝ

ગુજરાત રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી આડે ગણતરીના દિવસો બાકી છે ત્યારે કૉંગ્રેસ માટે એક સાંધો ત્યાં તેર તૂટે તેવી સ્થિતિ આવી છે. તેમને એક પછી એક ઝટકા મળી રહ્યા છે. કોંગ્રેસના અશ્વિન કોટવાલ અને કેવલ જોશીયારા બાદ વધુ એક પૂર્વ ધારાસભ્ય ભાજપમાં જોડાવા જઇ રહ્યા છે.
આધારભૂત સૂત્રોના જણાવ્યા મુજબ સાબરકાંઠાના પ્રાંતિજના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા કોંગ્રેસ છોડી ભાજપમાં સામેલ થશે. 22મી ઓગષ્ટે તેઓ સી.આર. પાટિલની હાજરીમાં કેસરિયા કરશે.
વર્ષ 2017ની ચૂંટણીમાં જે બેઠકો પર ભાજપ ખાસ કંઈ ઉકાળી શકી ન હતી. તેવી બેઠકો પર જીતી શકે તેવા ઉમેદવારને લાવી ભાજપ છેલ્લા એક વર્ષથી ડેમેજ કંટ્રોલ કરવામાં લાગી ગઈ છે. મહેન્દ્રસિંહ પઢિયાર પ્રાંતિજના પૂર્વ ધારાસભ્ય છે અને તેઓ કોંગ્રેસમાંથી રાજીનામુ આપ્યા બાદ ભાજપમાં જોડાશે. તેમના ભાજપમાં લાવવા માટે સૌથી મોટો હાથ ભાજપના દિગ્ગજ નેતા પ્રફુલ પટેલનો છે. ઉત્તર ગુજરાતમાંથી આવતા પ્રફુલ પટેલે આ સમગ્ર ઓપરેશનમાં મધ્યસ્થી કરી હોવાની વાત પણ બહાર આવી રહી છે. પ્રફુલ પટેલની મધ્યસ્થી બાદ જ આ સમગ્ર ઓપરેશન છે તેને હાઈકમાન્ડમાંથી લીલી ઝંડી મળી છે. કારણ કે પ્રાંતિજ વર્ષોથી કોંગ્રેસની પરંપરાગત બેઠક રહી છે. આગામી ચૂંટણીમાં મહેન્દ્રસિંહ બારૈયાને પ્રાંતિજ બેઠક પરથી ભાજપના ઉમેદવાર તરીકે ઊભા રાખવામાં આવી શકે છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.