ભૂતપૂર્વ પોલીસ કમિશનર સંજય પાંડેને ઈડીનું તેડું

આમચી મુંબઈ

મુંબઈ: મની લોન્ડરિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (ઈડી) શહેરના ભૂતપૂર્વ પોલીસ કમિશનર સંજય પાંડેને સમન્સ મોકલાવી પાંચમી જુલાઈએ હાજર રહેવા જણાવ્યું હતું.
ઈડીના જણાવ્યા મુજબ પોલીસ કમિશનર પદેથી ૩૦ જૂને નિવૃત્ત થયેલા પાંડેને બે દિવસ બાદ શનિવારે સમન્સ મોકલવામાં આવ્યા હતા. આ મામલે ટિપ્પણી માટે પાંડે ઉપલબ્ધ નહોતા. નિવૃત્ત આઈપીએસ અધિકારી પાંડેએ મની લોન્ડરિંગ પ્રકરણે દિલ્હીમાં ઈડી સમક્ષ હાજર થવું પડશે.જોકે ભૂતપૂર્વ પોલીસ કમિશનર પાંડેને કયા મની લોન્ડરિંગ કેસમાં સમન્સ પાઠવવામાં આવ્યા છે તે અંગે અધિકારીએ કોઈ માહિતી આપી નહોતી. (પીટીઆઈ)ઉ

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.