NCBના પૂર્વ અધિકારી સમીર વાનખેડેને મળી જાનથી મારી નાખવાની ધમકી!

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

મુંબઈ NCBના પૂર્વ ઝોનલ ઓફિસર સમીર વાનખેડેને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. તેમને આ ધમકી સોશિયલ મીડિયા દ્વારા આપવામાં આવી છે. આ અંગે સમીર વાનખેડેએ ગોરેગાંવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

સમીર વાનખેડેએ હાલમાં જ તેમનું નવું ટ્વિટર એકાઉન્ટ બનાવ્યું છે. તેમને 14 ઑગસ્ટના રોજ આ નવા એકાઉન્ટ પર જાનથી મારવાની ધમકી આપવામાં આવી હતી. ટ્વીટમાં કહેવામાં આવ્યું છે કે- તમે નથી જાણતા કે તમે શું કર્યું, તમારે હિસાબ આપવો પડશે. અન્ય એક ટ્વિટમાં કહેવામાં આવ્યું છે કે અમે તમને ખતમ કરી દઈશું.’

સમીર વાનખેડે આર્યન ખાન ડ્રગ કેસ બાદ ચર્ચામાં આવ્યા હતા. NCPના નેતા નવાબ મલિકે તેમના પર ઘણા આરોપો લગાવ્યા હતા. આવા જ એક આરોપમાં મલિકે કહ્યું હતું કે વાનખેડે જન્મથી મુસ્લિમ છે અને તેમણે અનામતનો લાભ મેળવવા માટે બનાવટી જન્મ પ્રમાણપત્ર મેળવ્યું હતું. જોકે, આ કેસમાં વાનખેડેને ક્લીનચીટ મળી છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.