મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશ્નરને ઇડીએ સમન મોકલ્યું, આ છે કારણ…

અવર્ગીકૃત ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

મુંબઇના ભૂતપૂર્વ પોલીસ કમિશ્નર સંજય પાંડેની મુશ્કેલીઓ વધી શકે છે. ઇડીએ તેમને સમન મોકલ્યું છે. મની લોન્ડરિંગ કેસમાં તેમને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે. પાંચમી જુલાઇએ તેમને ઇડી સમક્ષ હાજર રહેવાનું કહેવામાં આવ્યું છે. નોંધનીય છે કે હજુ સંજય પાંડે ત્રણ દિવસ પહેલા જ પોલીસ સેવામાંથી નિવૃત્ત થયા છે. એમને એનએસઇ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં સમન મોકલવામાં આવ્યું છે. સંજય પાંડેની આઇટી ઓડિટ ફર્મને એનએસઇ સર્વર અને સિસ્ટમનો કોન્ટ્રાકટ મળ્યો હતો. આ મામલાને લઇને પહેલા સીબીઆઇએ તપાસ કરી હતી, હવે ઇડી તપાસ કરી રહી છે. એટલે આ પ્રકરણે પૂછપરછ કરવા માટે સંજય પાંડેને ઇડીએ નોટિસ મોકલી છે. સંજય પાંડેએ 2001માં પોલીસ સેવામાંથી રાજીનામુ આપી દીધુ હતું. એ પછી એમણે એક આઇટી ઓડિટ ફર્મ બનાવ્યું હતું. જયારે તેમનું રાજીનામુ સ્વીકારવામાં આવ્યું નહીં ત્યારે તેઓ ફરી પોલીસ સેવામાં જોડાઇ ગયા અને એમણે ફર્મમાં તેમના દીકરા અને માતાને ડિરેકટર બનાવી દીધા.

1 thought on “મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશ્નરને ઇડીએ સમન મોકલ્યું, આ છે કારણ…

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.