શિવસેનાને ફરી એક વાર મોટો ઝટકો, રામદાસ કદમે આપ્યું રાજીનામુ

આમચી મુંબઈ ટૉપ ન્યૂઝ

મહારાષ્ટ્રમાં સત્તા ગુમાવી ચૂકેલી શિવસેનાને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. વિધાનસભામાં વિપક્ષ નેતા રહી ચૂકેલા રાજ્યના ભૂતપૂર્વ પ્રધાન અને શિવસેનાના નેતા રામદાસ કદમે શિવસેના સાથે છેડો ફાડવાનો નિર્ણય કર્યો છે. તેમણે પાર્ટી પ્રમુખ ઉદ્ધવ ઠાકરેને તેમના નિવાસસ્થાન માતોશ્રી પર સભ્ય પદ છોડ્યાનું રાજીનામુ મોકલ્યું હોવાની માહિતી સૂત્રોએ આપી હતી.

 

કહેવાઈ રહ્યું છે કે રામદાસ કદમ ઉદ્ધવ ઠાકરેની કાર્યપદ્ધતિને કારણે નારાજ હતાં અને આ કારણે તેમણે રાજીનામું આપ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે કદમે ફડણવીસ સરકારમાં પણ પ્રધાન પદ મળ્યું હતું. તેમનો દીકરો દાપોલીનો વિધાનસભ્યો છે અને ગુવાહાટી પહોંચેલા શિવસેનાના બળવાખોર વિધાનસભ્યોમાં યોગેશ કદમનો પણ સમાવેશ થયો હતો.

 

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.