જાપાનના પૂર્વ PM શિન્ઝો આબેને ચાલુ ભાષણે ગોળી મરાઈ, હાલત અત્યંત નાજુક

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

જાપાનના પૂર્વ વડાપ્રધાન શિન્ઝો આબે પર ગોળી મારી હુમલો કરવામાં આવ્યો છે. શિન્ઝો આબે રવિવારે થનાર સંસદના ઉપલા ગૃહની ચૂંટણીનો પ્રચાર કરવા નારા શહેરમાં ભાષણ કરી રહ્યા હતા ત્યારે તેમને ગોળી મારવામાં હતી. ગોળી વાગતા તેઓ ત્યાં જ ઢળી પડ્યા હતા. તેમને તુરંત જ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલ તેમની હાલત ગંભીર હોવાનું કહેવાય છે.

“>

સ્થાનિક રિપોર્ટરના જણાવ્યા પ્રમાણે આ હુમલો સવારે લગભગ સાડા અગિયાર વાગ્યે થયો હતો. હુમલા બાદ પોલીસે એક શકમંદને પણ કસ્ટડીમાં લીધો છે. એવું કહેવામાં આવ્યું હતું કે હુમલાખોરે શિન્ઝો આબે પર પાછળથી બે ગોળી ચલાવી હતી. ગોળી માર્યા બાદ હુમલાખોર ભાગ્યો નહોતો પરંતુ ત્યાં જ ઊભો રહ્યો હતો. હુમલાખોરને નારાના નિશી પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવ્યો છે. હુમલાખોરની ઓળખ તેત્સુયા યામાગામી તરીકે થઈ છે. તે નારા સિટીનો જ રહેવાસી છે. હુમલાખોરની ઉંમર 40 વર્ષની આસપાસ હોવાનું કહેવાય છે. હુમલાનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી.

“>

ગોળી વાગ્યા બાદ આબેને હાર્ટ એટેક આવ્યો હોવાની પણ ચર્ચા છે. શિન્ઝો આબેને ઈજાગ્રસ્ત હાલતમાં નારા મેડિકલ યુનિવર્સિટીમાં દાખલ કરવામાં આવ્યા છે.

આબે 2006માં પ્રથમ વખત પીએમ બન્યા હતા પરંતુ એક વર્ષમાં જ રાજીનામું આપવું પડ્યું હતું. ત્યાર બાદ 2012 થી 2020 સુધી જાપાનના વડાપ્રધાન રહી ચુક્યા છે. તેમણે બીમારીના કારણે 2020માં પીએમ પદ પણ છોડી દીધું હતું. પરંતુ તેઓ હજુ પણ શાસક લિબરલ ડેમોક્રેટિક પાર્ટીમાં ખૂબ પ્રભાવશાળી છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.