જાપાનના પૂર્વ PM શિન્ઝો આબે નું નિધન, ભારતમાં એક દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

જાપાનના પૂર્વ વડાપ્રધાન શિન્ઝો આબે પર થયેલા જીવલેણ હુમલા બાદ તેમનું અવસાન થયું છે. જાપાનના સરકારી મીડિયા NHKએ તેમના મૃત્યુની પુષ્ટિ કરી છે. વડાપ્રધાન મોદીએ એક દિવસના રાષ્ટ્રીય શોકની જાહેરાત કરી છે.
આજે સવારે જ્યારે તેઓ નારા શહેરના માર્ગ વચ્ચે ભાષણ આપી રહ્યા હતા ત્યારે અચાનક હુમલાખોરે લગભગ 10 ફૂટ દૂરથી તેમના પર ગોળી ચલાવી હતી. જે બાદ તેમને હાર્ટ એટેક આવ્યો હતો. ગંભીર હાલતમાં તેમને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. ત્યાર બાદ જીવન-મરણની સ્થિતિનો સામનો કર્યા બાદ તેમણે આ દુનિયામાંથી વિદાય લીધી છે.
વડપ્રધાન મોદીએ શિન્ઝો આબેના ભારત અને જાપાન વચ્ચેના સંબધને મજબુત કરવાની ભૂમિકાને યાદ કરતા ટ્વીટ કરી હતી કે, ‘મિસ્ટર આબેએ ભારત-જાપાનના વ્યૂહાત્મક સંબંધોને અને વૈશ્વિક ભાગીદારીને ઉન્નત સ્તરે લઇ જવા ઘણું યોગદાન આપ્યું છે. આજે આખું ભારત જાપાન સાથે શોકમાં ડૂબેલું છે અને અમે આ મુશ્કેલ ઘડીમાં અમારા જાપાની ભાઈ-બહેનો સાથે ઊભા છીએ.’

“>

આ સાથે જ તેમણે એક દિવસના રાષ્ટ્રીય શોકની જાહેરાત કરી છે.

“>

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પણ જાપાનના પૂર્વ વડાપ્રધાન શિન્ઝો આબેને શ્રધાંજલિ પાઠવતા ટ્વીટ કરી છે, ‘ જાપાનના પૂર્વ પીએમ શિન્ઝો આબેના નિધનથી ખૂબ જ દુઃખી છું. ભારત અને જાપાન વચ્ચેના વ્યૂહાત્મક સંબંધોને મજબૂત કરવામાં તેમની ભૂમિકા પ્રશંસનીય હતી. તેઓ ઈન્ડો-પેસિફિક વિસ્તારમાં એક કાયમી વારસો છોડીને ગયા  છે. મારી સંવેદનાઓ તેમના પરિવાર અને જાપાનના લોકો સાથે છે.’

“>

 

વડાપ્રધાન મોદીએ શિન્ઝો આબેને નજીકના મિત્ર માનતા હતા.

તેમની ગુજરાત અને બનારસ યાત્રા યાદગાર રહી છે. ગત વર્ષે ભારત દ્વારા આબેનું પદ્મ ભૂષણથી સન્માન કરાયું હતું. ભારતને બુલેટ ટ્રેનની ભેટ આપવામાં તેમની મહત્ત્વની ભૂમિકા હતી.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.