મુંબઈઃ અહીં થાણે રેમન્ડ ગ્રાઉન્ડ ખાતે ક્રેડાઈ એમસીએચઆઈ દ્વારા આયોજિત પ્રોપર્ટી એક્સ્પો 2023માં ઉપસ્થિત રહેલા ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ કેપ્ટન કપિલ દેવનું ક્રેડાઈની ટીમ દ્વારા જોરદાર સ્વાગત કરવામાં આવ્યું હતું. 1983 વર્લ્ડકપ વિજેતા ભારતીય ટીમના ભૂતપૂર્વ સુકાની એવા કપિલ દેવ થાણેમાં ઘર લેવાને કારણે કપિલ દેવ થાણેવાસી બન્યા હોવાના (જિતેન્દ્ર મહેતા-ક્રેડાઈ એમસીએચઆઈના પ્રમુખ) નિવેદનનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે હું આજે થાણેવાસી બન્યો છું, પરંતુ સૌથી પહેલા હું ભારતીય છું. ક્રેડાઈ એમસીએચઆઈ દ્વારા એક્સ્પોનું જોરદાર આયોજન કરવામાં આવ્યું
છે, પરંતુ તેમણે બિલ્ડર્સને ટકોર કરતા કહ્યું હતું કે પબ્લિક જો તમારામાં વિશ્વાસ કરતી હોય તો પછી બિલ્ડરે પણ તેમનામાં વિશ્વાસ કરવો જોઈએ અને લોકોના પૈસા ડૂબે નહીં તેનું ધ્યાન રાખવું જોઈએ.
અહીંના કાર્યક્રમને સંબોધતા કપિલ દેવે કહ્યું હતું કે થાણેનો વિકાસ ઊડીને આંખે વળગે એવો છે. થોડા વર્ષો પહેલા અહીં કંઈ નહોતું, પરંતુ આજે સમગ્ર શહેરની કાયાપલટ થઈ ગઈ છે. હું એક વાત ચોક્કસ કહીશ કે જે કોઈ કામ હોય, પરંતુ સારું થવું જોઈએ અને બની શકે એટલું સારી રીતે થવું જોઈએ. પૈસા કમાવવાનું જરુરી નથી, પરંતુ જિંદગી સારી બનાવવાનું જરુરી છે. છેલ્લા પંદર વર્ષમાં ભારતમાં બહુમાળી ઈમારતો બનાવવામાં આવે છે એ પણ મોટી બાબત છે. દરમિયાન તેમણે ક્રિકેટનું ઉદાહરણ ટાંકતા પાર્ટનરશિપની વાત જણાવી હતી. એકબીજાની ભાગીદારી વિના
કશું શક્ય બનતું નથી. વાત પાર્ટનરશિપની છે. ક્રિકેટની વાત જુઓ તો સચિન તેંડુલકર સદી મારે છે, પરંતુ એ 100 રન તેના એકલાના નથી, પરંતુ તેની સામે પણ બીજો બેટ્સમેન ભાગતો હતો. જો કોઈ બોલર વિકેટ લેતો હોય તો સૌથી મહત્ત્વની બાબત બીજો કોઈ ખેલાડી કેચ ઝડપતો હોય છે એ વાત યાદ રાખવા જેવી છે. ભાઈ-બહેન હોય કે પતિ-પત્ની કે પછી અન્ય વાત, પરંતુ સૌથી મહત્ત્વની બાબત પાર્ટનરશિપની છે અને એનું ધ્યાન રાખવાનું જરુરી છે. ટૂંકમાં, એકબીજાના સાથ-સંગાથ વિના કશું શક્ય બનતું નથી એમ કહીને તેમને ક્રેડાઈ એમસીએચઆઈની ટીમને એક્સ્પો યોજવા બદલ અભિનંદન આપ્યા હતા.
થાણેવાસી ખરો, પણ પહેલા ભારતીયઃ ભૂતપૂર્વ કેપ્ટન કપિલ દેવ
RELATED ARTICLES