ગુજરાતના પૂર્વ નાયબ મુખ્ય મંત્રીને ગાયે અડફેટે લેતાં હૉસ્પિટલમાં ખસેડાયા

આપણું ગુજરાત

(અમારા પ્રતિનિધિ તરફથી)
મહેસાણા: જિલ્લાના કડી તાલુકામાં ભાજપની તિરંગા રેલીમાં ગુજરાતના પૂર્વ નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલને ગાયે અડફેટે લીધા હતા. રેલી દરમિયાન અચાનક ગાય રોડ પર દોડી આવી નીતિન પટેલને અડફેટે લેતા તેમના ઢીંચણના ભાગે ઈજાઓ પહોંચી હતી. આ ઘટના બાદ તેમને સારવાર અર્થે કડીની હૉસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાતના રસ્તાઓ પર રખડતા ઢોરોનો આતંક દેખાતો ન હતો. સરકાર આંખ આડા કાન કરતી રહી છે. ત્યારે હવે ખુદ સરકારના નેતા જ રખડતા ઢોરોનો શિકાર બન્યા છે. ગુજરાતના પૂર્વ નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલને કડીમાં તિરંગા રેલી દરમ્યાન કરણપુર શાક માર્કેટ નજીક નીતિન પટેલને રખડતી ગાયે અડફેટે લીધા હતા, જેમાં નીતિન પટેલને ઢીંચણના ભાગે ઈજા પહોંચી હતી. હુમલામાં ઈજાગ્રસ્ત બનેલા નીતિન પટેલને તાત્કાલિક સારવાર અર્થે કડીની ભાગ્યોદય હૉસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. તેઓને લોકોના સહારે હૉસ્પિટલ સુધી લઈ જવાયા હતા, જ્યાં પ્રાથમિક સારવાર બાદ તેઓ અમદાવાદ તેમના નિવાસસ્થાને આવવા રવાના થયા છે. શહેરીજનોને રસ્તે રખડતાં ઢોરોથી મુક્તિ અપાવવા માટે સરકાર દ્વારા માત્ર મોટી મોટી વાતો થાય છે, પરંતુ એનો કોઇ અમલ થતો નથી. રખડતાં ઢોરોના માલિકો સામે ફરિયાદો પણ કરવામાં આવી છે. તેમ છતા રખડતાં ઢોરોનો ત્રાસ ઓછો થયો નથી. રાજ્યમાં રસ્તે રખડતી ગાયોને કારણે અનેક લોકોએ પોતાના જીવ પણ ગુમાવ્યા છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.