Homeઆપણું ગુજરાતરાજકોટમાં ઉમેદવારો સાથેની સભામાં માજી મુખ્ય પ્રધાન રૂપાણી ગબડી પડ્યા

રાજકોટમાં ઉમેદવારો સાથેની સભામાં માજી મુખ્ય પ્રધાન રૂપાણી ગબડી પડ્યા

(તસવીર: પ્રવીણ સંદાણી)
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ભાજપના ઉમેદવારોની યાદીમાંથી બાકાત રખાયેલા અને ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી ચૂકેલા ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી શુક્રવારે રાજકોટમાં ભાજપના ઉમેદવારોના ફોર્મ ભરવા પૂર્વે યોજાયેલી સભામાં સ્ટેજ પર બેસવા જતા ગડથોલું ખાઇ ગયા હતા.
રાજકોટ શહેરના બહુમાળી ભવન ચોક ખાતે ભાજપના ઉમેદવારો ઉમેદવારીપત્રક નોંધાવે એ પહેલાં ભાજપે યોજેલી જાહેર સભામાં ભાજપના પૂર્વ મુખ્ય પ્રધાન વિજય રૂપાણી, કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઇ વાળા, કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયા સહિત નેતાઓ-આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ સમયે પૂર્વ મુખ્ય પ્રધાન વિજય રૂપાણી સ્ટેજ પર આવ્યા બાદ બેસવા સમયે ફસકી ગયા હતા અને પડતાં પડતાં રહી ગયા હતા.
ભાજપે પ્રથમ વખત રાજકોટની ચારેય બેઠક પર નવા ચહેરાની પસંદગી કરી હતી. વિધાનસભા ૬૮મા ઉદય કાનગડ, ૬૯માં દર્શિતાબેન શાહ, ૭૦માં રમેશ ટીલાળા અને ૭૧માં ભાનુબેન બાબરિયાના નામની જાહેરાત કરવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટ જિલ્લાની આઠ બેઠક પૈકી ધોરાજીને બાદ કરતાં સાત બેઠક પર ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા હતા, જેમાંથી ચાર બેઠક પર નો રિપીટ એટલે કે નવા ચહેરાને ઉતારવામાં આવ્યા છે. બીજી તરફ ત્રણ બેઠક પર રિપીટ થિયરી અપનાવવામાં આવી છે. જોકે ધોરાજી બેઠક પર ઉમેદવાર કોણ એને લઈ હજુ પણ સસ્પેન્સ રાખવામાં આવ્યું છે, કારણ કે આ બેઠક પર હજી ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા નથી.

RELATED ARTICLES

Most Popular