આંધ્ર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન એનટી રામા રાવની નાની દીકરી ઉમા મહેશ્વરીએ સોમવારે પોતાના હૈદરાબાદ સ્થિત નિવાસસ્થાને ગળો ફાંસો ખાઈને આત્મહત્યા કરી હોવાની માહિતી સામે આવી છે.
આ મામલે પોલીસે કેસ દાખલ કર્યો છે અને મૃતદેહને ઉસ્માનિયા હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યો છે. મહેશ્વરીના નિધનથી એનટીઆર પરિવાર શોકાતુર છે. ઉમા મહેશ્વરીની તબિયત છેલ્લા ઘણા સમયથી ખરાબ હતી અને તેની સારવાર ચાલી રહી હતી. જોકે તેની આત્મહત્યા પાછળનું કારણ હજુ જાણવા મળ્યું નથી.
જુબ્લી હિલ્સ પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે, ઉમા તેલુગુ દેશમ પાર્ટીના સંસ્થાપક એનટીઆરના 12 બાળકોમાંથી સૌથી નાની દીકરી હતી. ઉમા મહેશ્વરીના ઘરે એનટીઆર પરિવારના સભ્યો પહોંચી ગયા છે. ચંદ્રબાબૂ નાયડુ પણ ટૂંક સમયમાં પહોંચશે. જુનિયર એનટીઆર વિદેશમાં હોવાથી તેને મહેશ્વરીના નિધનની જાણ કરવામાં આવી છે અને ટૂંક સમયમાં તે પણ મહાશ્વરીના નિવાસસ્થાને પહોંચશે.
