ધર્મના મૂળભૂત સિદ્ધાંતોમાંનો એક સિદ્ધાંત છે અવતાર
જીવનનું અમૃત -ભાણદેવ
શ્રી ભાણદેવની સપ્તબદરી-સપ્તપ્રયાગ યાત્રા ગયા સપ્તાહે પૂર્ણ થઈ. હવે વાંચો શ્રી ભાણદેવ રચિત અવતાર લીલા…
૧. પ્રસ્તાવ:
પ્રત્યેક ધર્મ કેટલાક મૂળભૂત સિદ્ધાંતો પર પ્રતિષ્ઠિત હોય છે. આ મૂળભૂત સિદ્ધાંતો ધર્મનો પાયો છે. તેમના આધારે ધર્મ ટકી રહે છે. હિંદુ ધર્મમાં પણ આવા કેટલાક મૂળભૂત સિદ્ધાંતો છે. આ સિદ્ધાંતોમાંનો એક સિદ્ધાંત છે-અવતારનો સિદ્ધાંત. અવતારનો સિદ્ધાંત ભારતીય દર્શન, ભારતીય સંસ્કૃતિ અને હિંદુ ધર્મમાં લગભગ સર્વસ્વીકૃત સિદ્ધાંત છે. હિંદુ ધર્મના સ્વરૂપને સમજવા માટે, હિંદુત્વની ગરિમા સમજવા માટે અવતારના સિદ્ધાંતને સમજવો અનિવાર્ય છે. અવતાર એટલે શું, અવતારની ઘટનાનું સ્વરૂપ, શાસ્ત્રોમાં અવતાર, અવતાર શા માટે, અવતારના પ્રકારો, અવતાર અને જીવ, અવતાર વિરુદ્ધની શંકાઓ અને તેમનું નિરાકરણ આદિ અવતારવિષયક અનેક તત્ત્વોની ગહન અને શાસ્ત્રીય વિચારણાની આવશ્યકતા છે. અહીં આપણે અવતારતત્ત્વનાં આ સર્વ પાસાંઓને સમજવા પ્રયત્ન કરીએ છીએ.
૨. અવતાર એટલે શું?
અસ્તિત્વના અનેક સ્તરો છે. ભૌતિક સ્તર, પ્રાણમય સ્તર, મનોમય સ્તર, અધિમનસ સ્તર, અતિમનસ સ્તર આદિ. આ રીતે ચડતા ક્રમમાં અસ્તિત્વના સૌથી ઉચ્ચતમ સ્તર પર પુરુષોત્તમ ચેતના બિરાજે છે. જ્યારે આ સર્વોચ્ચ ચેતના પંચભૂતનું શરીર ધારણ કરીને નિમ્ન ગોળાર્ધમાં અર્થાત્ શરીર-પ્રાણ-મનની ભૂમિકામાં અવતરિત થાય, નીચે ઊતરી આવે ત્યારે ચૈતન્ય જગતની એક અસાધારણ ઘટના ઘટે છે. આ ઘટના તે અવતારની ઘટના છે. અવતાર અધ્યાત્મજગતની એક ઘણી રહસ્યપૂર્ણ, પરંતુ સત્ય ઘટના છે.
અવતારની ઘટનામાં પરમાત્મા માનવ બને છે, અમર્યાદિત મર્યાદિતમાં ઊતરી આવે છે. સાગર બિંદુમાં ઊતરી આવે છે. અવતાર પ્રથમ દૃષ્ટિએ અશક્ય લાગે તેવી ઘટના છે, પરંતુ કર્તુમકર્તુમન્યથાકર્તુમ સમર્થને કશુ અશક્ય નથી. સમગ્ર અસ્તિત્વ પરમાત્મામાંથી આવે છે, પરમાત્માનું સ્વરૂપ છે. પરમાત્માની અભિવ્યક્તિ છે, પરંતુ આ અભિવ્યક્તિ પ્રકૃતિ દ્વારા થયેલી છે. તેણે પ્રકૃતિના અજ્ઞાનનું આવરણ ઓઢેલું છે. આમ હોવાથી જ તત્ત્વત: આ સમગ્ર અસ્તિત્વ પરમાત્માનું જ સ્વરૂપ હોવા છતાં પોતાના મૂળ સ્વરૂપ વિશે તે સભાન કે સજ્ઞાન નથી. તત્ત્વત: કોઈ પોતાના મૂળ સ્વરૂપ વિશે તે સભાન કે સજ્ઞાન નથી. તત્ત્વત: કોઈ પોતાના મૂળ પરમાત્મસ્વરૂપથી ઘણી ભિન્ન બનેલી છે. પોતાના મૂળ સ્વરૂપથી અનેક રીતે ચ્યુત થઈને સૃષ્ટિરૂપે અભિવ્યક્ત થયેલ છે. પરમાત્મા અવતાર ધારણ કરે ત્યારે તે અભિવ્યક્તિ પ્રાકૃતિક અભિવ્યક્તિ કરતાં અર્થાત્ જડ-ચેતન સૃષ્ટિની અભિવ્યક્તિ કરતાં તદ્દન ભિન્ન સ્વરૂપની અભિવ્યક્તિ હોય છે. પરમાત્મા પોતાની દિવ્ય ચેતનામાં રહીને, દિવ્ય ચેતનામાંથી ચ્યુત થયા વિના, અભાન રીતે નહીં, પરંતુ સભાન કે સજ્ઞાન રીતે માનવશરીર-પ્રાણ-મન ધારણ કરીને, માનવસ્વરૂપે આ પૃથ્વી પર માનવ દેશકાળમાં અવતરિત થાય તે-તે ઘટનાને ‘અવતાર’ કહેવામાં આવે છે.
અવતારની ઘટના પરમાત્માની ઘણી વિશિષ્ટ અને ઘણી રહસ્યપૂર્ણ ઘટના છે. અવતારની ઘટનામાં પરમાત્મા પોતાની દિવ્ય ચેતનામાંથી ચ્યુત થયા વિના, દિવ્ય ચેતનામાં રહીને જ પૃથ્વી પર આવે છે. અવતારમાં પરમાત્મા પોતાના દિવ્યજ્ઞાન, દિવ્યપ્રેમ, દિવ્યદૃષ્ટિ સહિત આવે છે. અવતારની ઘટનામાં પરમાત્મા માનવસ્વરૂપ ધારણ કરીને આવે છે, છતાં તે પોતાની સર્વશક્તિમત્તા, સર્વતંત્ર સ્વતંત્રતા, સર્વજ્ઞતા આદિ સહિત આવે છે.
આ સમગ્ર અસ્તિત્વ પરમાત્મામાંથી આવે છે, પરંતુ આ અસિતત્વ અર્થાત્ જડ-ચેતન સૃષ્ટિ પોતાની સચ્ચિદાનંદ ચેતનામાં રહીને અભિવ્યક્ત થતી નથી, પરંતુ પરમાત્મા જ્યારે અવતાર ધારણ કરે છે, ત્યારે તે પોતાની સચ્ચિદાનંદ ચેતના અર્થાત્ ભાગવતચેતનામાં રહીને જ માનવસ્વરૂપે પૃથ્વી પર આવે છે તેથી…
અવતાર એટલે માનવસ્વરૂપમાં પરમાત્મા.
અવતાર = પરમાત્મા + માનવ
પુરુષોત્તમ પરમાત્મા જ્યારે અવતાર ધારણ કરીને આવે છે, ત્યારે તેમનું બહિરંગ શરીર માનવનું છે, પરંતુ તેમની અંતરંગ ચેતના પુરુષોત્તમ ચેતના જ હોય છે.
૩. અવતારની લાક્ષણિકતાઓ
અવતારની હયાતીમાં અવતારને સમજવાનું, તેને ઓળખવાનું અને તેને સ્વીકારવાનું કાર્ય અતિ કઠિન છે. પ્રગટ પરમેશ્ર્વરનો મહિમા સમજાય તો અતિ મૂલ્યવાન છે, પરંતુ સમજવો અને સ્વીકારવો કઠિન છે. માનવસ્વરૂપે આવેલા ભગવાનને કોણ જાણી શકે?
લળજ્ઞઇૃ ઘળણઇ ઘજ્ઞરુવ ડજ્ઞવળ્ ઘણળઇૃ
-ફળપખફિટ પળણલ, અ. ઇંળ. ૧૨૬-૨
“જેને પ્રભુ પોતાનું સ્વરૂપ ઓળખાવે તે જ તેને ઓળખી શકે છે.
પરંતુ આનો અર્થ એમ નથી કે અવતારને કોઈ રીતે ઓળખી શકાય તેમ જ નથી. અવતારને ઓળખવાનું કાર્ય કઠિન છે, છતાં અશક્ય નથી. અવતારની કેટલીક લાક્ષણિકતાઓ હોય છે. અવતારને સમજવામાં આપણને ઉપયોગી થઈ શકે તેમ છે.
(૧) અવતારમાં બે ચેતનાઓ હોય છે- ભાગવતચેતના અને માનવચેતના. અવતારમાં માનવચેતના આગળ રહે છે અને ભાગવતચેતના પડદા પાછળ રહે છે. આમ છતાં ભાગવતચેતના સતત હાજર હોય છે, અને ગમે તે ક્ષણે ભાગવતચેતના આગળ આવી જાય છે. વસ્તુત: અવતારમાં ભાગવતચેતના જ પ્રધાન છે, કારણ કે અવતાર મૂલત: તો ભગવાન છે. માનવચેતના તો અવતારે ઓઢેલી ચેતના છે. માનવચેતના તો અવતારનું આવરણ છે. ભાગવતચેતના જ અવતારનું કેન્દ્રસ્થ તત્ત્વ છે. અવતાર જ્યારે માનવો સાથે માનવરૂપે આવે છે, ત્યારે માનવચેતનાનું આવરણ સ્વીકારીને આવે છે. આમ અવતારની લીલામાં ભાગવતચેતના અને માનવચેતના, બંને કાર્યરત હોય છે.
(૨) અવતાર કામક્રોધાદિ આવેગોને આધીન હોતો નથી. કામક્રોધાદિ આવેગો પ્રકૃતિના આવેગો છે અને અવતાર પ્રકૃતિને વશ નથી, પરંતુ પ્રકૃતિનો અધિપતિ છે. અવતારમાં કામક્રોધાદિ આવેગો સંભવે છે, પરંતુ તે ઘટનાને અર્થ એવો નથી કે અવતાર તેમને આધીન છે. અવતાર પૂર્ણ સ્વતંત્ર છે, તે પ્રમાણે તે કામક્રોધાદિ આવેગોથી પણ પૂર્ણ સ્વતંત્ર છે. અવતારમાં કામક્રોધાદિ આવેગો હોય છે, તે તો માનવલીલા માટે અવતારે સ્વેચ્છાએ સ્વીકારેલા હોય છે. અવતાર તેવા આવેગોને સ્વીકારે છે અને ઈચ્છે તો ક્ષણમાત્રમાં તેમને દૂર ફેંકી દઈ શકે છે.
(૩) ગમે તેવો મહાન પુરુષ, સમર્થ પુરુષ કે સિદ્ધ પુરુષ પણ અવતારને અતિક્રમી શકે નહીં, અભિભૂત કરી શકે નહીં. અવતારનાં જ્ઞાન અને શક્તિ અનંત છે, તેથી અવતાર કોઈનાથી ક્યારેય પરાજિત થતા નથી. હા, તેઓ પોતે જે સ્વેચ્છાએ પરાજિત થવાનું સ્વીકારે તો તેઓ તેમ કરવા સ્વતંત્ર છે. જીવ ગમે તેટલો મહાન હોય તોપણ તે અવતારની તોલે આવી શકે નહીં. ભૂષ્મિ, વિદુર, અર્જુન, ઋષિઓ- સૌ મહાન છે, પરંતુ શ્રીકૃષ્ણની તોલે કોઈ આવી શકે નહીં. ભિષ્મ આદિ સૌ જીવો છે, અને શ્રીકૃષ્ણ પરબ્રહ્મ પુરુષોત્તમનો અવતાર છે, પુરુષોત્તમ પોતે જ છે.
(૪) અવતારના આગમન કે પ્રાગટ્ય પહેલાં તેમનાં માતા-પિતા અને અન્ય કુટુંબીજનો તથા ભક્તજનોને અવતારના પ્રાગટ્યના સંકેતો મળતા હોય છે. શ્રીરામ, શ્રીકૃષ્ણ, શ્રીચૈતન્ય મહાપ્રભુ, શ્રીરામકૃષ્ણ આદિ અવતારોના જન્મ વખતની અને જન્મ પૂર્વેની ઘટનાઓનો અભ્યાસ કરતાં આ લક્ષણ સ્પષ્ટ થાય છે.
(૫) અવતારમાં અસાધારણ શક્તિઓ હોય છે. સર્વજ્ઞતા, સર્વશક્તિમત્તા, પૂર્ણસ્વતંત્રતા-આદિ વિશિષ્ટ શક્તિઓ અવતારને સહજ પ્રાપ્ત હોય છે. અવતારની આ અસાધારણ વિશિષ્ટ શક્તિઓ સાધનાને પરિણામે મળેલી સિદ્ધિઓ નથી. અવતાર તો સ્વરૂપત: સર્વશક્તિમાન છે. તેથી અવતારની વિશિષ્ટ શક્તિઓ તેમને સહજપ્રાપ્ત છે. સિદ્ધ પુરુષોને સિદ્ધિઓ સાધનાને પરિણામે મળે છે અને તેમની આ સિદ્ધિઓ કે શક્તિઓ ખૂટી પણ જાય છે, પરંતુ અવતારની શક્તિઓ તો તેમની સ્વરૂપગત શક્તિઓ છે, તેથી અનંત, શાશ્ર્ચત અને અખૂટ હોય છે.
(૬) અવતાર પોતાની ભગવત્તા પર પડદો નાખીને રહે છે, તેથી અવતારની હયાતીમાં બહુ ઓછા સદ્ભાગી માનવો તેને સમજી-સ્વીકારી શકે છે. અવતારના અંતર્ધાન થયા પછી તેનો સર્વત્ર સ્વીકાર થવા માંડે છે, તેના નામનો જયજયકાર થાય છે.
(૭) અવતાર હંમેશાં સમાજનાં પ્રચલિત નીતિનિયમો પ્રમાણે જ વર્તે તેવું નથી. અવતાર પોતાની દિવ્ય ચેતનામાં જીવે છે, જે પરમ નૈતિક છે. નીતિના નિયમો ભગવાનનાં ચરણોમાંથી નીકળે છે. અવતાર નીતિને આધીન નથી, પણ નીતિનો અધિપતિ છે. અવતારનો વ્યવહાર કોઈ વાર સમાજનાં પ્રચલિત નીતિનિયમોથી ભિન્ન હોય છે. અવતાર પરમ ચેતનામાં જીવે છે. આ ભૂમિકા નૈતિક ભૂમિકાથી ઉચ્ચતર છે. અવતાર પરમ ચેતનાને અનુસરે છે, સમાજનાં ધારાધોરણોથી ક્યારેક ભિન્ન વ્યવહાર પણ કરી શકે છે અને તેવો વ્યવહાર કરે પણ છે. ભિષ્મ પ્રતિજ્ઞા છોડી શકતા નથી, પરંતુ ભગવાન શ્રીકૃષ્ણ પ્રતિજ્ઞા છોડી શકે છે.
(૮) અવતારની ચેતના અને લીલાના ઊંડાણને કોઈ માપી શકે નહીં. અવતારના સ્વરૂપને પૂર્ણત: કોઈ પામી શકે નહીં. અવતારનું સ્વરૂપ અને તત્ત્વ અગાધ છે.
(૯) અવતાર ભક્તવત્સલ હોય છે, પ્રેમી હોય છે અને શરણાગત રક્ષક પણ હોય છે. અવતાર કૃપાળુ હોય છે. અવતાર પોતાના ભક્તો અને સમગ્ર જીવસૃષ્ટિ પર કૃપા કરીને જ અને કૃપા કરવા જ અહીં અવતરે છે.
(૧૦) જીવને સારાંનરસાં કર્મો, સંસ્કારો, પાપપુણ્ય, પ્રારબ્ધ, ઋણાનુંબંધ આદિ હોય છે. જીવની ગતિમાં આ પરિબળો પણ ભાગ ભજવે છે. અવતાર સ્વરૂપત: જ નિત્યમુક્ત છે, તેથી આ પ્રકારનાં કોઈ પરિબળોનું કોઈ બંધન તેના પર સહેજ પણ નથી. અવતાર સર્વતંત્રસ્વતંત્ર છે.
(૧૧) જેમ જીવને જન્મજન્માંતરની પ્રક્રિયા હોય છે, તેમ ભગવદવતારને પણ જન્માંતર હોય છે. નર-નારાયણ અર્જુન-શ્રીકૃષ્ણરૂપે આવ્યા, તેવો ઉલ્લેખ શાસ્ત્રોમાં મળે છે. શ્રીકૃષ્ણે શ્રીચૈતન્ય મહાપ્રભુરૂપે અવતાર ધારણ કર્યો. આમ અવતારમાં પણ જન્મજન્માંતરની ધારા જોવા મળે છે. આમ છતાં જીવ અને ભગવદવતારની જન્માંતરની ઘટના ભિન્નભિન્ન હોય છે. જીવની જેમ અવતારનો જન્મ પ્રારબ્ધાધીન અને અજ્ઞાનજન્ય હોતો નથી.
(૧૨) અવતાર આ ધરતી પર આવે ત્યારે તે પોતાની અભિન્નશક્તિ અને પરિકરોને પણ સાથે લાવે છે.
(૧૩) અવતારની ભાગવદચેતના સંપૂર્ણ પરિશુદ્ધ હોય છે, છતાં અવતાર સંતપુરુષની જેમ જ વર્તે તેવું નથી. અવતાર યોદ્ધો કે રાજપુરુષ પણ હોઈ શકે છે.
૪. અવતારના હેતુ
ભગવાનું અવતરણ તો ભગવાનની લીલા છે અને લીલાને કોઈ હેતુ ન હોય. નિર્હેતુકતા જ લીલાનું સ્વરૂપલક્ષણ છે. આ દૃષ્ટિથી અવતારના હેતુની વિચારણા નિરર્થક છે. આમ છતાં આપણે આપણી માનવદૃષ્ટિથી અવતારને સમજવા પ્રયત્ન કરીએ છીએ, તેથી અવતાર દ્વારા શું સિદ્ધ થાય છે, તે દૃષ્ટિ સમક્ષ રાખીને અવતારના હેતુને સમજવાનો પ્રયત્ન કરીએ.
(૧) પોતાના ભક્તો સાથે પ્રેમનું આસ્વાદન કરવા માટે ભગવાન અહીં અવતારરૂપે આવે છે. આ પ્રેમ પણ નિર્હેતુક છે, તેથી જ ભગવાનના પ્રેમાસ્વાદનને ભગવાનની પ્રેમલીલા કહેવામાં આવે છે. ભગવાન ભક્તો સાથે પ્રેમનું આદાનપ્રદાન કરે છે. આ ભગવાનની આનંદલીલા છે. ભગવાન પ્રેમસ્વરૂપ છે. ભગવાન પ્રેમની ભિન્નભિન્ન લીલાઓનો આનંદ માણે છે. અવતારલીલામાં એ પ્રેમલીલાઓ પણ હોય છે.
(૨) માનવજાતની ચેતનામાં કોઈ મહાન પરિવર્તન કરવાનું હોય, તેને વિકાસની નવી દિશા આપવાની હોય ત્યારે તે કાર્ય માટે પરમાત્મા આવે છે.
ઢપૃ ર્લૈશ્ર્નઠળક્ષણળઠળૃ્રૂ ર્લૈધમળરુપ ્રૂૂઉંજ્ઞ ્રૂૂઉંજ્ઞ
-ઉંટિળ; ૪-૮
“ધર્મની સંસ્થાપના માટે હું યુગે-યુગે જન્મ ધારણ કરું છું.
માનવચેતનાની વિકાસયાત્રામાં એક નવું સોપાન ઉમેરવા માટે અથવા કોઈ અણીના પ્રસંગે માનવજાતિને બચાવીને તેને કોઈ માર્ગ ચીંધવા માટે અવતાર આવે છે. અવતારના બહિરંગ કાર્યો કરતાં આવતાર આવીને માનવચેતનામાં જે તત્ત્વની સ્થાપના કરે છે તે વિશેષ મૂલ્યવાન છે.
(૩) માનવશરીરમાં રહીને, માનવીય સંજોગોમાં જીવતાં-જીવતાં પરમાત્મામાં કેવી રીતે આરોહણ કરવું, તેનું એક દૃષ્ટાંત અવતાર આપણી સમક્ષ રજૂ કરે છે. અવતારરૂપે પ્રભુ પોતે જ કૃપા કરીને પોતાના સુધી ચાલવાના માર્ગ પર પોતે જ ચાલી બતાવે છે.
(૪) પોતાના ભક્તો અને સાધુપુરુષોના રક્ષણ માટે અને દુષ્ટોના નાશ માટે પણ પ્રભુ આવે છે.
ક્ષફિઠ્ઠળઞળ્રૂ લળઢુણર્ળૈ રુમણળયળ્રૂ ખ ડળ્શ્રઇૈંટળપ્
-ઉંટિળ; ૪-૮
“સાધુપુરુષોના રક્ષણ માટે અને દુષ્ટોના વિનાશ માટે (હું અવતાર ધારણ કરું છું.)
૫. અવતારના પ્રકારો
પરમાત્મા તો એકમેવાદ્વિતીય છે. ભિન્નભિન્ન અવતારોમાં એક જ ભાગવતચેતના કાર્યરત હોય છે આ દૃષ્ટિએ જોઈએ તો અવતારના પ્રકારો ન પાડી શકાય. આમ છતાં અવતારમાં અભિવ્યક્તિની ભિન્નતા હોય છે. આમ હોવાથી અવતારના સ્વરૂપ, શક્તિ, કાર્યક્ષેત્ર આદિમાં ભિન્નતા જણાય છે. આ ભિન્નતાને દૃષ્ટિ સમક્ષ રાખીને અવતારોના પ્રકારો પાડી શકાય છે.
(૧) પૂર્ણાવતાર કે લીલાવતાર
પરમાત્મા પોતાના પૂર્ણ સ્વરૂપે માનવદેહમાં અવતરે ત્યારે તે સ્વરૂપના અવતારને પૂર્ણાવતાર કે લીલાવતાર કહેવામાં આવે છે. ભગવાન નારાયણ, શ્રીરામ, શ્રીકૃષ્ણ, શ્રીચેતન્ય, શ્રીરામકૃષ્ણ આદિ પૂર્ણાવતાર કે લીલાવતાર છે.
(૨) અંશાવતાર
પરમાત્મા પોતાના અમુક અંશથી અવતરે ત્યારે તે અંશાવતાર કહેવાય છે. દત્તાત્રેય આદિ અંશાવતાર ગણાય છે.
સૃષ્ટિ સર્જન તથા સંચાલન માટે પરમાત્મા પોતાના અંશથી જે સ્વરૂપો ધારણ કરે છે, તે પણ અંશાવતાર ગણાય છે. બ્રહ્મા આદિ પરમાત્માના અંશાવતારો ગણાય છે.
(૩)અંશાંશાવતાર
સૃષ્ટિ સંચાલન માટે બ્રહ્માજીની સાથે મરીચિ આદિ ઋષિઓ તથા મનુ વગેરે પણ હોય છે. તેઓ અંશાંશાવતાર ગણાય છે.
(૪) કલાવતાર
પ્રત્યેક યુગમાં પરમાત્મા કોઈ વિશિષ્ટ કાર્ય માટે પોતાની અમુક કલાથી અવતરે છે, તે સ્વરૂપના અવતારને કલાવતાર કહેવામાં આવે છે. વ્યાસ, કપિલ આદિ કલાવતાર ગણાય છે.
(૫) આવેશાવતાર
કોઈ વિશિષ્ટ સંયોગોમાં, કોઈ વિશિષ્ટ કાર્ય સિદ્ધ કરવા માટે પરમાત્મા કોઈ સમર્થ પુરુષમાં અમુક નિશ્ર્ચિત સમય માટે પોતાની ચેતના મૂકે છે. તે નિશ્ર્ચિત સમય માટે તે પુરુષ પરમાત્માની ચેતના અને શક્તિથી યુક્ત થઈને તે મહાકાર્ય પૂરું કરે છે. તે સમયે તે પુરુષ પરમાત્માનો આવેશાવતાર ગણાય છે. ભગવાન પરશુરામ પરમાત્માનો આવેશાવતાર ગણાય છે. નિશ્ર્ચિત સમયે તે કાર્ય પૂરું થાય પછી તેઓમાં અવતારી ચેતના અને શક્તિ રહેતાં નથી. પછી તેઓ અવતાર તરીકે નહીં, પરંતુ ઋષિ તરીકે રહે છે.
૬. અવતારવિષયક શંકાઓનું સમાધાન
આધુનિક માનસ બુદ્ધિવાદી માનસ છે, તેથી આધુનિક માનસ માટે અવતારમાં શ્રદ્ધા મૂકવાનું કાર્ય મુશ્કેલ છે. આધુનિક માનસમાં અવતારવિષયક અનેક શંકાઓ ઉપસ્થિત થાય છે. આમાંની મુખ્ય-મુખ્ય શંકાઓનું સમાધાન અહીં પ્રસ્તુત છે.
(૧) પરમાત્મા સ્વયંપૂર્ણ છે. જે પૂર્ણ છે, તેને માનવસ્વરૂપ ધારણ કરવાની શી જરૂર ? પોતાની કઈ અપૂર્ણતા ભરવા માટે પરમાત્માને અવતાર ધારણ કરવો પડે છે? અને પૂર્ણ પરમાત્મા માનવ જેવું સામાન્ય સ્વરૂપ ધારણ કરે શા માટે?
પરમાત્મા માનવસ્વરૂપે અવતરે, તેથી તેની પૂર્ણતામાં કોઈ બાધ આવતો નથી. પરમાત્મા પોતાની કોઈ અપૂર્ણતાની પૂર્તિ કરવા માટે માનવસ્વરૂપે અવતરે છે, તેવું નથી. વસ્તુત: અવતરણ પણ તેની પૂર્ણતાનું એક સ્વરૂપ છે, એક પાસું છે. પરમાત્મા અનંત છે, તેનાં અનંત પાસાં છે. અનંત પરમાત્માનાં અનંત પાસાંઓમાંનું અવતરણ પણ એક પાસું છે. જે પૂર્ણ હોય તે બધું જ હોઈ શકે તો અવતાર શા માટે ન હોઈ શકે?
પરમાત્માના અનંત સ્વરૂપી છે. અવતાર પરમાત્માનું જ એક સ્વરૂપ છે. અવતાર ધારણ કરવો તે પૂર્ણ પરમાત્માની એક લીલા છે.
(૨) પરમાત્મા સંકલ્પ દ્વારા બધું કરી શકે છે, તો તેને અવતાર ધારણ કરવાની શી જરૂર છે? અવતારરૂપે માનવ બનીને જે કાર્ય સિદ્ધ કરવું હોય તે કાર્ય પરમાત્મા માત્ર સંકલ્પથી સિદ્ધ ન કરી શકે?
અવતરણ પરમાત્માનું કર્તવ્ય કે બંધન નથી, પરંતુ પરમાત્માની સ્વતંત્રતા છે. પરમાત્મા સંકલ્પથી બધું કરી શકે છે, તેમ તે અવતરણનો સંકલ્પ પણ કરી શકે છે. પરમાત્મા કોઈ પણ સંકલ્પ કરવા સ્વતંત્ર છે, તો તે અવતરણનો સંકલ્પ શા માટે ન કરે? પરમાત્મા અવતાર ધારણ કર્યા વિના માત્ર સંકલ્પથી બધું કરવા સમર્થ છે, તેનો અર્થ એમ તો નહીં જ કે તેણે અવતાર ધારણ કરવો નહીં. પરમાત્મા સર્વ કાંઈ કરવા સમર્થ છે, તેમ તે અવતાર ધારણ કરવા માટે પણ સમર્થ છે.
(૩) પ્રભુને માનવસ્વરૂપે માનવો તે તેની નિંદા છે. જે અનંત છે, તે લઘુક માનવી બનીને આવે તેમ માનવું મુશ્કેલ છે.