ટોરોન્ટો: ભારત અને કેનેડાના વિદેશ પ્રધાનોએ ઈન્ડો-પેસિફિક વ્યૂહરચના તેમજ G20 સમિટ અંગે વાતચીત કરીને બંને દેશો વચ્ચેના સંબંધોને વધુ મજબૂત કરવા અંગે વાતચીત કરી હતી.
કેનેડાના વિદેશ પ્રધાન સાથે વાતચીત બાદ ભારતના વિદેશ પ્રધાન એસ. જયશંકરે ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, ભારત અને કેનેડાવા સંબંધોને વધુ મજબૂત બનાવવા અંગે ચર્ચા કરવામાં આવી છે. આ સાથે ઈન્ડો પેસિફિક અને કેનેડાની નવી સ્ટ્રેટેજી આ સંબંધોને વધુ સારા બનાવી શકે છે તે અંગે પણ ચર્ચા કરવામાં આવી છે.
નોંધનીય છે કે કેનેડાની ઈન્ડો પેસિફિક સ્ટ્રેટેજીમાં ભારતના ક્ષેત્રને મહત્ત્વપૂર્ણ ગણાવવામાં આવી છે. આ સિવાય કેનેડા વેપાર અને રોકાણના માધ્યમથી પણ ભારત સાથે આર્થિક સંબંધો મજબૂત બનાવવા અંગે કામ કરશે.