Homeઆમચી મુંબઈમુંબઈ એરપોર્ટ પરથી 4.1 કરોડનું વિદેશી ચલણ જપ્ત, 3 પકડાયા

મુંબઈ એરપોર્ટ પરથી 4.1 કરોડનું વિદેશી ચલણ જપ્ત, 3 પકડાયા

મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર કસ્ટમ્સ વિભાગે બુધવારે રૂ. 4.1 કરોડ (4,97,000 USD)નું વિદેશી ચલણ જપ્ત કર્યું હતું અને આ કેસના સંબંધમાં ત્રણ મુસાફરોની ધરપકડ કરી હતી.
મુંબઈ એર ઈન્ટેલિજન્સ યુનિટ (AIU)એ ઇન્ટેલિજ્સ ઇનપૂટના આધારે ખાસ ઑપરેશન હાથ ધર્યું હતું અને દુબઈ જઈ રહેલા ત્રણ ભારતીય મુસાફરોના પરિવારને અટકાવ્યો હતો.
કસ્ટમ અધિકારીઓએ ત્રણેય મુસાફરોના સામાનની તપાસ કરી હતી, જેમાં રૂ. 4.1 કરોડનું વિદેશી ચલણ મળી આવ્યું હતું. આ વિદેશી ચલણ તેમણે સાડીઓ, ફૂટવેર અને બેગમાં છુપાવેલું હતું. ત્રણેય મુસાફરોને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે. આ બાબતે વધુ તપાસ ચાલુ હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.

 

RELATED ARTICLES

Most Popular