ફોરકાસ્ટ- નિલેશ વાઘેલા
મુંબઇ: અમેરિકાના બેન્કિંગ સંકટ અને અન્ય કારણોથી દુનિયાભરના શેરબજારોમાં વિતેલા સપ્તાહે ભારે ઉથલપાથલ જોવા મળી હતી. સ્થાનિક સ્તરે હાલ કોઇ મોટું ટ્રીગર મોજૂદ ના હોવાને કારણે અમેરિકાની બેન્ંિકગ કટોકટી આગળ કેવા વળાંક લે છે અને ફેડરલ રિઝર્વ કેવું વલણ અપનાવે છે તેના પર રોકાણકારોની નજર રહેશે. એકંદરે આ અઠવાડિયે પણ બજારો પર વોલેટિલિટીનું શાસન જોવા મળે એવું લાગે છે.
આમ જોવા જઇએ તો ભારતીય બેન્કોને અમેરિકાની ડૂબેલી બેન્કો સાથે લેવાલદેવા નથી, પરંતુ ભારતના અનેક સ્ટાર્ટઅપ્સ અને આઇટી સેકટરની ટોચની કંપનીઓના કનેકશનને લીધે જો કોઇ માઠાં સમાચાર આવે તો સેન્ટિમેન્ટ કદાચ ડહોળાઇ શકે છે. બાકી સ્થાનિક બજારમાં માટે ટેક્નિકલ ધોરણે કેટલાક આશાવાદી સંકેત દેખાઇ રહ્યાં છે. નિફટીએ લોંગ લેગ્ડ ડોઝી પેટર્ન બનાવી છે જે તીવ્ર કરેકશન બાદ બોટમ ફોર્મેશનની સંભાવના દર્શાવે છે. એ જ સાથે એક નિષ્ણાતે કહ્યું હતું કે, નિફટીએ બે સત્રમાં હાયર હાઇ અને હાયર લૉની રચના બનાવી હોવાથી તે આગળ અને ઉપર જવાનો સંકેત દર્શાવે છે. એક ટેક્નિકલ વિશ્ર્લેષકે કહ્યું હતું કે વીકલી ધોરણે નિફ્ટીએ લોવર શેરોડો સાથેની લોગં બેરીશ કેન્ડલની રચના બનાવી છે જે નીચા મથાળે લેવાલીનો સંકેત આપે છે. એસવીબી ઇફેક્ટને કારણે બેન્ચમાર્ક શેરઆંક લગભગ બે ટકા ગબડ્યા છે. શુક્રવારે છેલ્લા કલાકની ખરીદીએ જોકે, સાન ફ્રાન્સિસ્કો સ્થિત ફર્સ્ટ રિપબ્લિક બેંકને બચાવ પેકેજ અને ક્રેડિટ સુઈસને નાણાકીય સહાયને પગલે સેન્ટિમેન્ટ સુધર્યુ હતું અને બજારને ટેકો મળ્યો હતો. યુએસ ફુગાવામાં ઘટાડો અને ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો હોવા છતાં એસનીબીના ઉઠમણાં અને વિદેશી સંસ્થાઓ દ્વારા ભારે વેચાણે ભારતીય બજારોને ધકકો લાગ્યો હતો. સેન્સેક્સ ૧,૧૪૫ પોઈન્ટ ઘટીને ૫૭,૯૯૦ પર અને નિફ્ટી ૩૧૩ પોઈન્ટ ઘટીને ૧૭,૧૦૦ પર પહોંચ્યો છે. નિફ્ટી મિડકેપ ૧૦૦ અને સ્મોલકેપ ૧૦૦ ૨ ટકા અને ૨.૫ ટકા ડાઉન હતા, જ્યારે તમામ સેક્ટરલ ઇન્ડેક્સ રેડ ઝોનમાં બંધ થયા હતા. એક્સપર્ટ્સના મુજબ નિફ્ટી માટે ૧૭,૩૦૦-૧૭,૩૫૦ રેજિસ્ટન્સ લેવલ બની શકે છે. આના પછી ૧૭,૪૫૦ પર અવરોધ દેખાઇ શકે છે. જ્યારે ૧૬,૯૫૦-૧૬,૮૫૦ મહત્વપૂર્ણ સપોર્ટ લેવલ બની શકે છે. જો આ લેવલ તૂટશે તો બેન્ચમાર્ક ૧૬,૭૫૦ સુધી લપસી શકે છે.
કેટલાક રાહતના કારણો જોઇએ તો, એસવીબી અને સિગ્નેચરને ફંડીંગનો ટેકો મળ્યા બાદ સ્વિસ નેશનલ બેન્ક ક્રેડિટ સૂઇસને આફતમાંથી ઉગારવા માટે લગભગ ૫૪ અબજનુ ફંડ પૂરૂ પાડશે એવા અહેવાલોની શાહી સૂકાય એ પહેલા ર્ફ્સ્ટ રિપબ્લિક બેન્ક મુશ્કેલીમં મૂકાઇ હોવાના અહેવાલ આવ્યા. જોકે આ વખતે પણ અમેરિકાની ખાનગી બેન્કોના કોન્સોર્શિયમ દ્વારા નાણાં સહાય મળવાના અહેવાલોને કારણે વૈશ્ર્વિક બજારોના સેન્ટિમેન્ટને ટેકો મળ્યો હતો. અમેરિકાની અગ્રણી ખાનગી બેંકોના ક્ધસોર્શિયમે ફર્સ્ટ રિપબ્લિક બેંક માટે ૩૦ અબજ ડોલરના રેસક્યુ પેકેજની જાહેરાત કરી હોવાથી તમામ નોશનલ રિસ્ક પર જાણે પરદો પડી ગયો હતો. જેપી મોર્ગન ચેઝ, મોર્ગન સ્ટેનલી અને અન્ય નવ દિગ્ગજો દ્વારા જાહેર કરાયેલ પેકેજમાં ૩૦ બિલિયન ડોલરની વીમા વિનાની થાપણોનો સમાવેશ થાય છે.
હવે બેન્કિંગ સેક્ટરમાં આવેલા ફેરફારને ધ્યાનમાં રાખીને સેન્ટ્રલ બેન્ક ફુગાવા સામેની તેની લડાઈમાં કેવી રીતે આગળ વધશે તે જોવા માટે રોકાણકારો આ સપ્તાહે યુએસ ફેડરલ રિઝર્વની મીટિંગની રાહ જોશે. વ્યાપક સ્તરે એવી આશા સેવવામાં આવે છે કે ફેડરલ રિઝર્વ હવે બેન્કિંગ સેકટરના સંકટને ધ્યાનમાં રાખીને ડોવીશ સ્ટાન્સ અપનાવશે.
યુરોપિયન સેન્ટ્રલ બેન્કે ગુરૂવારે બેન્કિંગ સેક્ટરમાં તાજેતરની ઉથલપાથલ છતાં ૫૦ બેસિસ પોઈન્ટનો વધુ દર વધારવાની જાહેરાત કરી હતી અને બજારે આ આંચકો પચાવી લીધો હોવાથી રોકાણકારોના વિશ્ર્વાસમાં વધારો થયો છે. ભારતની વાત કરીએ તો અમેરિકા અને યૂરોપના બેન્ક સંકટની ભારત પર ખાસ અસર નહીં થાય તેવા આશાવાદ સાથે પાછલા બે સત્રમાં લેવાલીનો ટેકો મળ્યો હતો. જોકે, ફેડરલ રિઝર્વનું વલણ અપેક્ષા અનુસારનું રહે છે કે નહીં પર ઘણો આધાર છે. દરમિયાન એચડીએફસીએ જણાવ્યું હતું કે તેનું બોર્ડ સોમવારે, ૨૭ માર્ચ ૨૦૨૩ના રોજ મળશે, જેમાં ખાનગી પ્લેસમેન્ટના આધારે રૂ. ૫૭,૦૦૦ કરોડના વિવિધ તબક્કામાં નોન-ક્ધવર્ટિબલ ડિબેન્ચર્સ જારી કરીને ભંડોળ એકત્ર કરવા અંગે વિચારણા કરવામાં આવશે. અમેરિકા, દક્ષિણ આફ્રિકા, યુએઇ અને ભારતમાં હાજરી ધરાવતી ભારતની ટોચની ચાર પેથોલોજી લેબોરેટરી ચેઇન્સમાંની એક ન્યુબર્ગ ડાયોગ્નોસ્ટિક્સે મુંબઇમાં ત્રણ રિજનલ રેફ્રરેન્સ લેબોરેટરીઝ અને સેન્ટર ફૉર એક્સલન્સ સાથે ઓન્કોપેથોલોજી ક્ષેત્રે પ્રવેશ કર્યો છે.
ભારતમાં એન્ટરટેન્મેન્ટ ક્ધટેન્ટ પૂરૂ પાડનાર અલ્ટ્રા મીડિયા એન્ડ એન્ટરટેઇન્મેન્ટે ગૂડી પાડવાના દિવસ, ૨૨મી માર્ચથી મરાઠી ક્ધટેટ સાથેનું અલ્ટ્રા જકાસ ઓટીટી પ્લેટફોર્મ શરૂ કરવાની જાહેરાત કરી છે. આ પ્લેટફોર્મ ૧૦૦૦ ટાઇટલ અને ૨૦૦૦ કલાકનું ક્ધટેન્ટ ધરાવે છે. રેલ વિકાસ નિગમે જણાવ્યું હતું કે જબલપુરમાં રૂ. ૧૧૧.૮૫ કરોડમાં સપ્લાય, ઇન્સ્ટોલેશન, ટેસ્ટિંગ અને કમિશનિંગ વર્ક માટે સૌથી નીચી બિડર (એલ-વન) તરીકે જાહેર થઇ છે.
જળ સંસાધન વિભાગ, મધ્ય પ્રદેશ સરકાર અને વિશ્ર્વેશ્ર્વરાય જલા નિગમ લિમિટેડે અનુક્રમે મુંબઈ સ્થિત ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપની, પટેલ એન્જિનિયરિંગ લિમિટેડને મધ્યપ્રદેશ રાજ્યમાં શેર સિંચાઈ પ્રોજેક્ટ સહિત તમામ આનુષંગિક કામો સાથે શેર ડેમનાં સર્વેક્ષણ, તપાસ, ડિઝાઈનીંગ, અને બાંધકામ માટે રૂ. ૯૯૮.૭૫ કરોડના કરાર અને કર્ણાટક રાજ્યમાં તુમકુર બ્રાન્ચ કેનાલ પેકેજ- થ્રી હેઠળ સર્વે, ડિઝાઇન, સપ્લાય, ઇન્સ્ટોલેશન, ટેસ્ટિંગ અને માઇક્રો ઇરિગેશન સિસ્ટમના કમિશનિંગ સહિતના કામો માટે રૂ. ૨૬૬.૩૮ કરોડના કરાર માટે એલ૧ તરીકે જાહેર કરી છે. સિંચાઈ પ્રોજેક્ટ માટેના કામો ૬૦ મહિનાના સમયગાળામાં પૂર્ણ કરવાના છે અને તેમાં પૂર્ણ થયા પછી ૬૦ મહિનાના સમયગાળા માટે મેનેજમેન્ટ, ઑપરેશન્સ અને મેન્ટેનેન્સનો સમાવેશ થાય છે. આ પ્રોજેક્ટ સંયુક્ત સાહસમાં ચલાવવાનો છે, જેમાં પીઇએલનો હિસ્સો ૩૫ ટકા છે.