Homeસ્પેશિયલ ફિચર્સત્રણ રાશિઓ માટે હશે આ અઠવાડિયું શુભ

ત્રણ રાશિઓ માટે હશે આ અઠવાડિયું શુભ

ક્રિસમસ બાદ આ અઠવાડિયું આવનારી કેટલીક રાશિઓ માટે લકી સાબિત થશે અને તેમના જીવનમાં આનંદ જ આનંદ જોવા મળશે. ત્રણ રાશિની ગ્રહદશા એકદમ પરફેક્ટ હોઈ આ દિવસોમાં તેમને લાભ થશે. જ્યોતિષીઓના મતે વર્ષનું આ છેલ્લું અઠવાડિયું સિંહ, મક્કર અને મીન રાશિ માટે શુભ સાબિત થશે. તો કેટલાક લોકો માટે આ અઠવાડિયું ખર્ચાળ સાબિત થશે. આવો જોઈએ કઈ છે આ ત્રણ રાશિઓ અને તમારી રાશિ માટે પણ આ અઠવાડિયું કેવું રહેશે-
મેષઃ મેષ રાશિના લોકો માટે આવનારું અઠવાડિયું શુભ સાબિત થશે અને અઠવાડિયાની શરુઆતમાં જ પૈસાની બચત થશે, પણ શક્ય હોય તો આ અઠવાડિયામાં રોકાણ કરવાનું ટાળવું જોઈએ.
વૃષભઃ આ અઠવાડિયે તમારા પર ધનવર્ષા થશે, કોઈ પણ પ્રકારનું મોટું રોકાણ કરવાથી બચો આ અઠવાડિયે. કારણ કે આ કદાચ તમારા માટે એક ષડયંત્ર હોઈ શકે છે. તમારા લાઈફનું કોઈ એકાદ રહસ્ય ઉકેલાશે આ અઠવાડિયે.
મિથુનઃ આ અઠવાડિયે તમારા ખર્ચામાં વધારો થશે, પણ તમે ખર્ચમાં બચત કરવાથી બચી શકો છો. એટલે આ અઠવાડિયે તમારે પરફેક્ટ ફાઈનાન્શિયલ પ્લાનિંગ સાથે આગળ વધવું જોઈએ.
સિંહઃ તમારા માટે આ અઠવાડિયાની શરુઆત સારી ગશે. આર્થિક ખર્ચાઓ વધશે, પણ તમારી આવક પણ ચાલુ રહેશે. આ અઠવાડિયે તમને સારા સમાચાર મળી શકશે અને ઘરના લોકોનું આરોગ્ય પણ સારુ રહેશે.
કન્યાઃ આર્થિક બાબતોમાં ખૂબ જ સમજી વિચારીને ખર્ચ કરો. તમને ધન પ્રાપ્તિ થશે પણ બીજાના ખર્ચા પૂરા કરતાં કરતાં તમારા પૈસા વપરાઈ જશે. ભવિષ્યમાં સમસ્યાનો સામનો કરવો પડશે.
તુલાઃ આ અઠવાડિયે તમને અમુક યોજનાનો લાભ મળી શકે છે, પણ ઉતાવળમાં કોઈ પણ નિર્ણય લેશો નહીં. શુભચિંતકોની સલાહ લઈને જ કોઈ પણ નિર્ણય લો. ઘરનું વાતાવારણ આનંદી રહેશે.
વૃશ્ચિકઃ આ અઠવાડિયે તમારા ઘરના ખર્ચમાં બચત થશે. સ્વનિર્ણય આ અઠવાડિયે તમને આર્થિક સંકટમાં મૂકી શકે છે. ઘરથી દૂર રહેતા હશો તો આ અઠવાડિયે એકલવાયું લાગશે. આર્થિક તંગી જણાશે.
ધનઃ નોકરી કરતાં આ અઠવાડિયે તમને પૈસાની વધુ જરુર પડશે. તમારા અનાવશ્યક ખર્ચાને કારણે આ અઠવાડિયામાં તમારી પાસે પૈસા નહીં રહે. જુદા જુદા કારણોસર તમારો સ્વભાવ ચિડિયો બનશે.
મક્કરઃ વર્ષનું આ છેલ્લું અઠવાડિયું તમારા અને તમારા પરિવાર માટે આનંદ લઈને આવશે. માતા-પિતા પાસેથી પ્રેમ મળશે. તમારા અટકી પડેલાં કામો માટે તમારે રાહ જોઈ પડશે.
કુંભઃ આ રાશિના જાતકો માટે આ અઠવાડિયું સારું રહેશે. ખર્ચ પર નિયંત્રણ રાખવું જરુરી છે. રોકાણથી દૂર રહો. સંતાન સંબંધિત સારા સમાચાર મળી શકે.
મીનઃ તમારો કોર્ટ-કચેરીનો મામલો ચાલુ હશે તો આ અઠવાડિયે તેનો નિકાલ આવી શકે છે. રોકાય વિના પ્રયાસો કરતાં રહો. તમારા માટે આવેલા નવા પ્રસ્તાવો આકર્ષક સાબિત થઈ શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular