હાંસિયામાં ધકેલાઈ ગયેલા લોકો માટે મફત કામ કરો: જસ્ટિસ ડી. વાય. ચંદ્રચૂડ

આમચી મુંબઈ

મહારાષ્ટ્ર નેશનલ લૉ યુનિવર્સિટી, મુંબઈએ તેનો પ્રથમ દીક્ષાંત સમારોહ શનિવાર, બીજી જુલાઈએ પ્રખ્યાત મહારાષ્ટ્ર જ્યુડિસિયલ એકેડેમી, ઉટ્ટન ખાતે ઉજવ્યો હતો. આ દિવસે ૨૦૨ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવી હતી. માનનીય ડૉ. જસ્ટિસ ડી. વાય. ચંદ્રચૂડ (જજ, સુપ્રીમ કોર્ટ) અને યુનિવર્સિટીના ચાન્સેલર શ્રીમતી જસ્ટિસ બી. વી. નાગરજના (જજ, સુપ્રીમ કોર્ટ), શ્રી જસ્ટિસ દીપાંકર દત્તા (ચીફ જસ્ટિસ, હાઈ કોર્ટ અને યુનિવર્સિટીના પ્રો-ચાન્સેલર) માનનીય જસ્ટિસ નિતિન જમાદાર (જજ, હાઈ કોર્ટ), શ્રીમતી જસ્ટિસ ભારતી ડાંગરે (જજ, હાઈ કોર્ટ), હાઈ કોર્ટના અન્ય જજો, હાઈ કોર્ટ રજિસ્ટ્રી, ન્યાયીક અધિકારીઓ, સરકારી અધિકારીઓ અને અન્યોની સાથે આ પ્રસંગમાં ઉપસ્થિત રહ્યા હતા.
ડૉ. જસ્ટિસ ડી. વાય. ચંદ્રચૂડ (જજ, સુપ્રીમ કોર્ટ અને ચાન્સેલર ઓફ યુનિવર્સિટી)એ ટૂંકા ગાળામાં શ્રેષ્ઠતાના કેન્દ્ર તરીકે ઉત્કૃષ્ટ દેખાવ કરવા બદલ યુનિવર્સિટીને અભિનંદન આપ્યા હતા. તેમણે વિદ્યાર્થીઓને પ્રોબોનો વર્ક (મફત સેવા) હાથ ધરવા અને હાંસિયામાં ધકેલાઈ ગયેલા લોકો માટે કામ કરવાની સલાહ આપી હતી.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.