ઇતિહાસમાં પહેલીવાર રૂપિયો ગગળીને રૂ.80.05 પ્રતિ ડૉલરની નીચલી સપાટીએ પહોંચ્યો

ટૉપ ન્યૂઝ બિઝનેસ

 

ડોલર સામે રૂપિયોનો ગગળવાનો ક્રમ યથાવત છે. આજે ઓપનિંગમાં જ ડોલર સામે રૂપિયો ગગળીને પ્રથમ વખત રૂ.80.05 પ્રતિ ડોલરની નીચી સપાટી પહોંચ્યો હતો. રૂપિયો ગગળવાના સંકેતો ઘણા દિવસોથી દેખાઈ રહ્યા હતા પરંતુ આજે રૂપિયો પ્રતિ ડૉલર 80 રૂપિયાની ઐતિહાસિક નીચી સપાટીએ પહોંચ્યો છે જેણે કારણે કરન્સી ટ્રેડર્સ નિરાશ થયા છે. આ સાથે આ વર્ષે રૂપિયાર 7 ટકાનો ભારે ઘટાડૉ નોંધાવ્યો છે
ગઈ કાલે ટ્રેડ ડૉલર દીઠ રૂપિયા 79.97 પર બંધ થયો હતો. આજે શરૂઆતના ટ્રેડમાં રૂપિયો 80.01 રૂપિયા પ્રતિ ડૉલરની નીચી સપાટીએ પહોંચ્યો હતો, ત્યાર બાદ 80.05 રૂપિયા પ્રતિ ડોલરની નીચી સપાટીએ પહોંચી ગયો હતો. પરંતુ ત્યાર બાદ તેમાં 11 પૈસાનો સુધારો થયો હતો. સવારે 9.56 વાગ્યે ડોલર સામે રૂપિયો 11 પૈસા વધીને 79.94 રૂપિયાની સપાટીએ પહોંચ્યો હતો.

TMCએ કેન્દ્ર સરકાર પરનિશાન સાધતા ટ્વીટ કર્યું, “રૂપિયો પ્રથમ વખત યુએસ ડોલર દીઠ 80 પર પહોંચ્યો! ‘તમારું આગળનું લક્ષ્ય શું છે? સદી. ભાજપના અમૃત કાળમાં દેશને દરરોજ ઘણું નુકસાન થઈ રહ્યું છે. રૂપિયા અને મોદી વચ્ચે સ્પર્ધા છે કે કોણ વધુ નીચી કક્ષાએ ઉતરશે!”

“>

 

ગઈકાલે કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારામને લોકસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં સ્વીકાર્યું હતું કે ડોલર સામે રૂપિયામાં ઐતિહાસિક ઘટાડો થયો છે. તેમણે કહ્યું કે, રશિયા-યુક્રેન યુદ્ધ, ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો, વૈશ્વિક નાણાકીય સ્થિતિ તંગ થવાને કારણે ડોલર સામે રૂપિયો નબળો પડી રહ્યો છે.
યુએસમાં ફુગાવો 41 વર્ષમાં સર્વોચ્ચ સ્તરે પહોંચ્યા બાદ એવી અટકળો ચાલી રહી છે કે ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં એક ટકાનો વધારો થઇ શકે છે. તેની અસરને કારણે ડોલરની માંગ વધી રહી છે અને તેની સામે રૂપિયામાં ઘટાડો જોવા મળી રહ્યો છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.