બીમારીને દૂર રાખવા સમય પર કરાવવા જોઈએ આ ટેસ્ટ

139

હેલ્થ ઈઝ વેલ્થ, જાન હૈ તો જહાં હૈ, જીવથી વધારે વહાલું કે મહત્ત્વનું કંઈ જ નથી એવી અનેક સૂફિયાણી વાતો અને સલાહો આપણે સાંભળતા આવ્યા છીએ. આપણે આપણી જાતને નિરોગી રાખવાનો ગમે એટલો પ્રયાસ કેમ ના કરતાં હોઈએ, પણ તેમ છતાં અનેક વખત આપણે ના ઈચ્છવા છતાં પણ આપણને બીમારીનો સામનો કરવો છે. પરંતુ જો પાણી પહેલાં પાળના ન્યાયે આપણે સમય સમય પર આપણે ટેસ્ટ કરાવી લઈએ તો આરોગ્યને વધારે કથળતું અટકાવી શકાય. આવો જોઈએ ક્યા કયા છે આ ટેસ્ટ કે જે આપણે કરાવવા જોઈએ.
બાળપણથી જ બાળકોનું થાઈરોઈડ લેવલ તપાસતા રહેવું જોઈએ અને પ્રસુતિ બાહ પણ અમુક મુળભૂત ટેસ્ટ કરાવવા બંધનકારક છે. નાના બાળકોમાં એલર્જી થવાનું જોખમ સૌથી વધુ હોય છે એટલે તેમનું હેમોગ્રામ ટેસ્ટ કરાવવું જોઈએ. બાળક શાળાએ જાય એટલે તેને તેનું બ્લડ ગ્રુપ કયુ છે એની જાણ હોવી જોઈએ એટલે એ એક મહત્ત્વનો ટેસ્ટ કરાવી લેવો જોઈએ.
૧૮ વર્ષની ઉંમર બાદ અને તરુણીઓમાં માસિક દરમિયાન પીસીઓડીની સમસ્યા જોવા મળે છે આવા સમયે સોનોગ્રાફી કરાવવાનું ખૂબ જ જરૂરી બની જાય છે. આમ તો ઉંમરના ૧૬મા વર્ષે જ છોકરીઓએ સોનોગ્રાફી, થાઈરોઈડ, હેમોગ્રામ ટેસ્ટ કરાવી લીધેલા સારું હોય છે. લગ્ન પહેલાં પણ યુવક-યવતીઓએ એચઆઈવી ટેસ્ટ કરાવી લેવો જોઈએ. ત્રીસી વટાવ્યા બાદ મેટોબોલિઝમ ડિસ ઓર્ડર, હેમોગ્રામ, લુપીડ પ્રોફાઈલ, બ્લડ શુગર, કિડની ફંક્શન જેવા ટેસ્ટ નિયમીત રીતે કરાવવા જોઈએ.
હવે વાત કરીએ કે મહિલાઓએ ચાળીસી વિતાવ્યા બાદ કયા ટેસ્ટ કરાવવા જોઈએ એની… તો મહિલાઓએ ચાળીસી બાદ શરીરમાં ક્યાંય ગાંઠ થઈ હોય કે કોઈ બીજી તકલીફ વર્તાતી હોય તો સમયસર તેના ટેસ્ટ કરાવી લેવા જોઈએ. આ ઉપરાંત મહિલાઓએ ગર્ભાશયની આસપાસમાં કોઈ પણ પ્રકારનું ઈન્ફેક્શન તો નથી ને એની ચકાસણી પણ ડૉક્ટરની સલાહ લઈને કરાવી લેવી જોઈએ.
બદલાઈ રહેલી લાઈફ સ્ટાઈલને કારણે કોઈ પણ બીમારીને ઉંમર સાથે કોઈ જ સંબંધ રહ્યો નથી અને એટલે ટેસ્ટ કરાવતી વખતે પણ ઉંમર ધ્યાનમાં લેવી નહીં કે પછી ઉંમરને વચ્ચે લાવવાનું યોગ્ય નથી, એવો મત નિષ્ણાતો દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!