દેશ સ્વતંત્ર થયાને 75 વર્ષ પૂરા થયા છે ત્યારે કડક સુરક્ષા બંદોબસ્ત વચ્ચે બેંગ્લોરના ઈદગાહ મેદાનમાં રાષ્ટીય ધ્વજ પહેલી વાર ફરકાવવામાં આવ્યો છે. ચામરાજપેટમાં ઈદગાહ મેદાન વક્ફ બોર્ડ અને સિવિક અધિકારીઓ વચ્ચે સ્વામિત્વ માટે સ્પર્ધાના દાવાઓને કારણે વિવાદમાં ફસાઈ ગયું છે. બેંગ્લોર પાલિકા પ્રશાસને ત્રીજી ઓગસ્ટના રોજ મેદાનને રાજ્ય સરકારની સંપત્તિ જાહેર કરી હતી અને સ્વતંત્રતા દિને ત્રિરંગો ફરકાવવામાં આવ્યો હતો. વાક્ફ બોર્ડે જણાવ્યું હતું કે તેઓ આ આદેશ વિરુદ્ધ કાયદાકીય લડાઈ લડશે. જોકે, બેંગ્લોર પાલિકા પ્રશાસને જણાવ્યું હતું કે, વક્ફ બોર્ડને દસ્તાવેજો રજૂ કરવાનો પૂરતો સમય આપ્યો હતો, પરંતુ તેમણે રજૂ ન કર્યા નહોતા.
પોલીસે જણાવ્યાનુસાર સવારે આઠ વાગ્યે ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો અને આખો કાર્યક્રમ શાંતિપૂર્ણ પૂરો થયો હતો.

Google search engine